લોકડાઉનમાં બહાર નીકળતા સુરતના લોકો પર પોલીસના કડક પગલા, દંડાવાળી કરી

કોરોના વાયરસ ગુજરાતમાં ત્રીજા સ્ટેજમાં પ્રવેશી ચૂક્યો છે આથી સ્થિતિ આગળ જતા જો જનતા ગંભીરતાથી નહીં લે તો વિકટ બની શકે છે. ત્રીજા સ્ટેજમાં કોરોના વાયરસ ઝડપથી સ્પ્રેડ થાય છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, કચ્છમાં આંશિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. જેમાં જીવન જરૂરિયાતની સેવાઓને બાદ કરતા બધુ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. પરંતુ લાગે છે કે લોકો આ લોકડાઉનની સ્થિતિને ગંભીરતાથી લેતા નથી અને ઘર બહાર નીકળી રહ્યાં છે. લોકોને લોકડાઉનમાં ઘરમાં જ રહેવા માટે તાકીદ કરાઈ છે છતાં બહાર નીકળેલા લોકો પર સરકાર પણ કાર્યવાહી કરવા વિવશ થઈ ગઈ છે. સુરતમાં પોલીસે ઘણું સમજાવવા છતાં જે લોકો નથી સમજી રહ્યાં તેમના પર કાર્યવાહી કરવા માંડી છે. પોલીસે લોકોને દંડા ફટકાર્યા

લોકડાઉનના ભંગ પર CM રૂપાણીની આકરી પ્રતિક્રિયા
સમગ્ર વિશ્વની સાથે સાથે હવે ભારત અને ગુજરાતમાં પણ કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લી માહિતી મુજબ ગુજરાતમાં હાલ કોરોનાના 30 કેસ નોંધાયા છે. જેમાંથી સુરતના એક દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે 29 દર્દીઓ સારવાર હેઠળ છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, કચ્છમાં લોકડાઉન જાહેર કરાયેલ છે. પરંતુ આમ છતાં લોકડાઉનનું ચુસ્તપણે લોકો પાલન કરી રહ્યાં નથી.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને ખાસ અપીલ કરી. તેમણે કહ્યું કે આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે કે 31મી માર્ચ સુધી એક્સપોર્ટ લોકો એમ કહે છે કે કોરોનાનો વ્યાપ વધશે. એટલા જ માટે રાજ્ય સરકારે અમદાવાદ કે જ્યાં 13 પોઝિટિવ કેસ આવ્યા છે ત્યાં આપણે lockdown કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.