લોકડાઉનનો ભંગ કરનારાને ગોળી મારી દો, આ દેશના રાષ્ટ્રપતિએ આપ્યો આદેશ

કોરોનાના કહેર વચ્ચે આપણે ત્યાં લોકડાઉનનો ભંગ કરનારાને પોલીસ અલગ અલગ પ્રકારની સજા કરે છે. બહુ બહુ તો દંડા ફટકારે છે પણ બીજા દેશોમાં આવુ નથી.

તેમાં પણ ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિએ રોડ્રિગો દુતેર્તેએ તો પોલીસને અ્ને સુરક્ષા દળોને આદેશ આપી દીધો છે કે, લોકડાઉનનો ભંગ કરનારને ગોળી મારી દો.

રોડ્રિગો દુતેર્તેએ

કહ્યુ હતુ કે, લોકડાઉનમાં કોઈ પણ વ્યક્તિ પરેશાની ઉભી કરતો હોય તો તેને ગોળી મારો. આ આખા દેશ માટે ચેતવણી છે. સરકારના આદેશોનુ લોકો પાલન કરે. સ્વાસ્થ્ય કર્મી અને ડોકટરોને નુકસાન ના પહોંચાડે. આ એક ગંભીર અપરાધ હશે.

રોડ્રિગો દુતેર્તેએ અગાઉ પણ આ પ્રકારના આદેશ આપ્યા હતા.તેમણે 2016માં નશીલા દ્રવ્યો વેચનારા લોકોને કાનૂની કાર્યવાહી કર્યા વગર જ મારી નાંખવાનો આદેશ આપ્યો હતો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.