લૉકડાઉનમાં બુક કરાયેલી વિમાન ટિકિટોના પૈસા પાછા મળશે: DGCA

કોવિડ-19 દરમિયાન પ્રથમ અને બીજા લોકડાઉનમાં બુક કરાયેલી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફલાઇટની  ટિકિટોનું એરલાઇનો  દ્વારા સંપૂર્ણ રિફંડ અપાશે, એમ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકે સુપ્રીમ કોર્ટમાં મૂકેલી દરખાસ્તમાં કહ્યું હતું. અન્ય તમામ કેસમાં એરલાઇનો મુસાફરો પાસેથી ભેગા કરેલા પૈસાનું પંદર દિવસમાં વળતર આપી દેશે, એમ સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરેલી એક એફિડેવિટમાં ડીજીસીએ એ કહ્યું હતું.

જો પહેલા  અને બીજી લોકડાઉનમાં મુસાફરી કરવા ટિકિટો બુક કરાવી હશે, એટલે કે 25 માર્ચથી 14 એપ્રિલ  અને 25 માર્ચથી ત્રીજી મે  વચ્ચે ટિકિટો બુક કરાવી હશે તો તમામ ટિકિટધારકોને  એરલાઇન દ્વારા તરત જ ફુલ રિફંડ અપાશે.

16 એપ્રિલ 2020 પછી કોઇપણ એરલાઇન ટિકિટ બુક કરી શકતી નહતી,છતાં તેમણે બુક કરી હશે તો પણ તમામ રકમ પરત કરાશે, એમ એફિડેવિટમાં કહેવામાં આવ્યું હતું. ડીજીસીએ એ કહ્યું હતું કે  એરલાઇન સહિત વિવિધ હિતધારકો સાથે કરેલી મંત્રણાઓ પછી તેઓ મુસાફરો અને કંપનીઓના ભલાની હિત માટે કામમાં લઇ શકાય એવા તારણ પર આવ્યા હતા.

પ્રવાસી લીગલ સેલ નામની એક સ્વૈચ્છીક સંસ્થા દ્વારા 12 જૂને કરાયેલી જોહર હિતની અરજીની સુનાવણી વખતે  સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર, ડીજીસીએ અને એરલાઇનોને  ચર્ચા કરીને કોઇ સ્પષ્ટ ઉકેલ લાવવા  કહ્યું હતું .કોરોનાના કારણે રદ કરાયેલા ફલાઇટો માટે  કોર્ટે  ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફલાઇટ તમામ નાણા કેવી રીતે પરત કરવા તે અંગે કોઇ યોજના ઘડી કાઢવા સુચન કરાયું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.