લોકડાઉન દરમિયાનન (જૂનથી ૧૬ સપ્ટેમ્બર) મધ્ય અને પશ્ચિમ રેલવેમાં મળી કુલ ૮૫૭૭ પ્રવાસીઓને ટિકિટ વગર પ્રવાસ કરતા પકડી પાડવામાં આવ્યા હતા. તાજેતરમાં રેલવે દ્વારા આ પ્રકારના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. વગર ટિકિટે પ્રવાસ કરતા આ લોકોને ટિકિટ ચેકીંગ સ્ટાફે વિવિધ રેલવે સ્ટેશન અને ટ્રેનની અંદરથી પકડયા હતા. આ ટ્રેનોમાં લોકલ અને બહાર ગામની ટ્રેનોનો પણ સમાવેશ થાય છે. જોકે મોટા ભાગના લોકો લોકલ ટ્રેનના પ્રવાસી હતા.
પશ્ચિમ રેલવેના આંકડાઓ અનુસાર જૂન મહિનામાં ૭૨ જુલાઇમાં ૨૨૭, ઓગસ્ટમાં ૧૨૬૨ે અને સપ્ટેમ્બરના પહેલા પખવાડીયામાં ૧૨૧૯ પ્રવાસીઓને ઝડપી લીધા હતા. જયારે મધ્ય રેલવેમાં પશ્ચિમ રેલવે કરતા વધુ એટલે કે ૫૭૯૭ કેસ નોંધવામાં આવ્યા હતા. જેમાં જૂન મહિનામાં ૧૯૫, જુલાઇમાં ૪૮૨, ઓગસ્ટમાં ૨૨૪૪ અને સપ્ટેમ્બરના પહેલા પખવાડીયામાં ૨૮૭૬ ટિકિટ વગર પ્રવાસ કરતા પ્રવાસીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
રેલવેના અધિકારીઓ દ્વારા મોટાભાગના ટિકિટ વગરના પ્રવાસીઓ વહેલી સવારે પ્રવાસ કરવાનુ પસંદ કરે છે જેથી ચેકિંગ સ્ટાફની નજરથી બચી જવાય પશ્ચિ રેલવેમાં વસઇ, વિરાર અનેે નાલાસોપારામાં આવા પ્રવાસીઓને પકડી પાડવામાં આવ્યા હતા. જયારે મધ્ય રેલવેમાં કલ્યાણ, થાણે તેમજ કલ્યાણથી કર્જત અને કલ્યાણથી કસારાના રુટ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓને પકડી પાડવામાં આવ્યા હતા. રેલવેના સૂત્રોનુસાર હવે વધુ અત્યાવશ્યક શ્રેણીના લોકોને પ્રવાસ માટ ે પરવાનગી આપવામાં આવતા મોટા પ્રમાણમાં લોકો બનાવટી કયુઆર કોડ અને બનાવટી આઇડી પ્રુફ રજૂ કરે છે. આ ઉપપાંત ઘણા પ્રવાસીઓ અન્ય વ્યકિતના કયુઆર કોડ પર પણ પ્રવાસ કરતા મળી આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.