લોકડાઉનના કારણે ફી ના ભરી હોય તો વિદ્યાર્થીનું નામ શાળામાંથી કમી ન કરી શકાય.

– પંજાબ -હરિયાણા હાઇકોર્ટનો ચૂકાદો

– ચંદીગઢ પ્રશાસને 18 મેના રોજ પરિપત્ર જારી કરી શાળાઓને આદેશ પણ કર્યો હતો

 

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે એક જાહેર હિતની અરજીનું નિકાલ કરતા કહ્યું હતું કે જો કોઇ વિદ્યાર્થી ફી ભરી ના શકે તો શાળા તેનું નામ કમી કરી શકે નહીં અને તેને શિક્ષણ મેળવવાના અધિકારથી વંચિત રાખી શકાય નહીં. ચીફ જસ્ટિસ રવિ શંકર ઝા અને જસ્ટિસ અરૂણ પલ્લીની ખંડપીઠે આ ચૂકાદો આપ્યો હતો.વકીલ તેમજ અરજદાર પંકજ ચાંદગોઠીયા દ્વારા એક જાહેર હિતની અરજી કરાઇ હતી.

હાઇકોર્ટે કહ્યું હતું કે  અગાઉ ૧૮ મેના રોજ ચંદીગઢ પ્રશાસન દ્વારા પરિપત્ર જારી કરી તેની કલમ ચારમાં જણાવ્યું હતું કે કોઇ પણ વિદ્યાર્થી દ્વારા ફીની ચૂકવણી કરી શકાઇ ન હોય તો પણ શાળામાંથી કાઢી મૂકાય નહી કે તેનું નામ પણ કમી કરી શકાય નહીં.કોર્ટે એમ પણ કહ્યું હતું કે બાળકને શિક્ષણના અધિકારથી વંચિત રાખી શકાય નહીં.

જો કોઇ વિદ્યાથી ફી ભરવામાં અસમર્થ હોય તો એણે લેખીતમાં શાળાને જાણ કરવી જોઇએ. છતાં પણ કોઇ શાળા આવું પગલું ભરે અને કોઇ જવાબ ના આપે તો પ્રશાસન દ્વારા ખાનગી શાળાઓની બાબતમાં રચાયેલી અને શિક્ષણ વિભાગના સચિવના અધ્યક્ષતા હેઠળની સમિતિમાં તેની ફરીયાદ કરી શકાય છે.

ત્યાર પછી એ સમિતિ પંદર દિવસમાં તપાસ કરશે અને છતાં કોઇ જ કાર્યવાહી કરાઇ ના હોય તો હાઇકોર્ટમાં અરજી કરી શકાય છે. વકીલે કહ્યું હતું કે કોરોનાના કારણે અનેક વાલીઓ ફી ભરી શક્યા નથી ત્યારે શાળાઓએ માનતા દાખવવી જોઇએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.