કોરોનાનાં કેસો વધતાં દેશમાં આ રાજયમાં આટલાં દિવસ સુધી લોકડાઉન નો લીધો નિર્ણય..

કોરોનાનાં કેસોમાં ધટાડો થતાં તમિલનાડુ સરકારે અમુક પ્રતિબંધોમાં છુટ છાટ આપી છે.પરંતુ લોકડાઉનમાંથી રાહત મળી નથી. શનિવારે રાજય સરકારે નવ સપ્ટેમ્બર સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. રાજયમાં મુખ્યમંત્રી એમકે સ્ટાલિન કહયું કે, એક સપ્ટેમ્બરથી રાજયમાં ધોરણ નવથી લઈને ધોરણ ૧૨ સુધીની સ્કુલો શરૂ કરવામાં આવશે.

જેમાં ૫૦ ટકાની ક્ષમતા સાથે થિયેટર પણ ખોલી શકાશે. જોકે સ્કૂલ અને થિયેટર શરૂ કરવા માટે રાજય સરકારે કેટલીક શરતો રાખી છે.

સોમવારે થિયેટસઁ ૫૦% ક્ષમતા સાથે ખુલશે. તે સિવાય એ જ થિયેટસઁને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે જે થિયેટસઁનાં કમઁચારીઓને રસી આપવામાં આવી હશે. સરકાર દ્નારા જાહેર કરાયેલાં આદેશ અનુસાર તમિલનાડુમાં એક સપ્ટેમ્બરથી ધોરણ ૦૯ થી ૧૨ની સ્કુલો શરૂ થશે.

https://www.youtube.com/watch?v=TCYPvWFje-M&t=15s

સ્વિમિંગ પુલ ટ્રેનિંગનાં ઉદ્દેશ્યથી ખોલી શકાશે. દિશાનિદઁશોનાં પાલન કરતાં આંધ્રપ્રદેશ અને કણાઁટક માટે સાવઁજનિક પરિવહન સેવાની મંજૂરી આપવામાં આવશે. તમામ દુકાનો સોમવારથી રાત્રે ૧૦ વાગ્યાં સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવશે.

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ સજાગ રહે છે. તેઓ સાયકલ લઇને રસ્તા પર જોવા મળે છે તો ક્યારેક વર્કઆઉટ પણ કરતા જોવા મળે છે. તેઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ જીમમાં વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.