લોકડાઉન અંગે ઈમરાન ખાનનો વાણીવિલાસ- ભારતમાં ભૂખથી મરી રહ્યા છે લોકો

કોરોના વાયરસ મહામારી દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન શરૂઆતથી જ લોકડાઉનનો વિરોધ કરતા આવ્યા છે. તેમના કહેવા પ્રમાણે લોકડાઉનના કારણે ગરીબ દેશોની ઈકોનોમી બરબાદ થઈ જશે. ત્યારે હવે તેમણે સ્માર્ટ લોકડાઉનની વાત કરી છે જે અંતર્ગત નવા નિર્દેશો સાથે ઉદ્યોગો ચલાવવા કહેવામાં આવ્યું છે.

કોરોના વિરૂદ્ધની રણનીતિને લઈ ઈમરાન ખાને પાકિસ્તાનની કોરોના રીલિફ ટાઈગર ફોર્સને ટીવી દ્વારા સંબોધિત કરી હતી. તેમણે પાકિસ્તાન હવે લોકડાઉન ન સહી શકે તેમ જણાવ્યું હતું અને સાથે જ ભારત અંગે ટિપ્પણી કરી હતી. ઈમરાન ખાને પાકિસ્તાન વધુ એક લોકડાઉન ન પાળી શકે માટે કોરોના અંગે જાગૃતિ ફેલાવવા કહ્યું હતું. કોરોના રીલિફ ટાઈગર ફોર્સને લોકો પાસે જઈને તેમને સરકારી નિયમોથી માહિતગાર કરવા કહેવાયું હતું.

ઈમરાન ખાને જણાવ્યું કે, મહામારીના કારણે પાકિસ્તાને પહેલેથી જ 800 બિલિયન પાકિસ્તાની રૂપિયાનું નુકસાન સહન કર્યું છે. સાથે જ તેમણે આગામી બજેટમાં ભારે કાપ મુકવો પડશે તેવા સંકેત પણ આપ્યા હતા. તેમણે ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવે તો તેનો બોજો ગરીબો પર પડશે તે યાદ રાખવું જોઈએ તેમ કહ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.