લોકડાઉન ખતમ થશે તો ડિસેમ્બર સુધી દેશની અડધી વસ્તી કોરોના પોઝિટિવ થઇ શકે: વાયરસ નિષ્ણાત વી રવિ

 

અગ્રણી વાયરસ નિષ્ણાત વી રવિએ કહ્યું કે આ દેશમાં લોકડાઉનને ખત્મ કરવામાં આવે છે, તો કોરોના વાયરસ કેસોની સંખ્યા ઝડપથી વઘી રહી છે.

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ (NIMHANS)નાં ન્યુરોવાયરોલોજી વિભાગનાં હેડ અને કોરોના વાયરસ રોગચાળાને લઇને કર્ણાટક સરકાર દ્વારા રચવામાં આવેલી ટાસ્ક ફોર્સનાં નોડલ ઓફિસર વી રવિમાં કોરોનાનાં કોમ્યુનીટી સ્પ્રેડને લઇને ચેતવણી આપી છે.

મિડિયા રિપોર્ટનાં જણાવ્યા મુજબ વી રવિએ કહ્યું દેશમાં જો 31 મે લોકડાઉન 4.0ની સમાપ્તી થઇ જાય છે તો જુનનાં કોરોના વાયરસ કેસોની સંખ્યા તેજીથી વધશે અને સામુદાયિક સ્તર પર ચેપ ફેલાશે.

તેમણે કહ્યું કે ડિસેમ્બરનાં અંત સુધી દેશમાં અડધી વસ્તી સંક્રમિત થઇ ચુક્યા હશે, જો કે 90 ટકા વસતીને ખબર જ નહીં પડે કે તેમને કોરોના સંક્રમણ થયું હતું.

તેમણે કહ્યું માત્ર 5-10 ટકા કેસોમાં હાઇ-ફ્લો ઓક્સિજનની મદદથી સારવાર થશે અને માત્ર 5 ટકા લોકોને વેંન્ટિલેટરની જ જરૂર રહેશે, તેમણે રાજ્યોને આરોગ્ય સારવારનું માળખું તૈયાર રાકવી જોઇએ.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ પણ તમામ રાજ્ય સરકારોને તમામ જીલ્લામાંથી ઓછામાં ઓછો બે ટેસ્ટિંગ લેબ બનાવવાની સુચના આપી છે.

બુધવારે કર્ણાટક 60 લેબનું ટારગેટ પુરૂ કરનારૂ પહેલું રાજ્ય બની ગયું. જો કે તેમણે જણાવ્યું કે કોરોના વાયરસ ઇબોલા, માર્સ, અને સાર્સની જેમ જીવલેણ નથી અને તેની સાથે લોકો તેની સાથે જીવતા શીખી જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.