લોકડાઉન બાદ પીએમ મોદીની તમામ રાજ્યના મુખ્મંત્રીની ચોથી વખત વીડિયો કોન્ફરન્સથી મીટિંગ કરી હતી. મીટિંગમાં તમામ રાજ્યો સાથેની વીડિયો કોન્ફરન્સમાં PM મોદી ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન-કન્ટેનમેન્ટ ઝોન મુદ્દે ચર્ચા કરી. આ સાથે જ 3 મે બાદની રણનીતિને લઇ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે. બેઠકમાં કુલ 5 રાજ્યોના સીએમએ લૉકડાઉન લંબાવવાની વાતને સમર્થન આપ્યું છે.
લોકડાઉનનો બીજો તબક્કો પૂરા થવાના છ દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સ મારફતે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા શરૂ કરી દીધી છે. કોરોના સંકટ અને લૉકડાઉન વચ્ચે વડાપ્રધાન મોદી ચોથીવાર મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. વીડિયો કૉન્ફરન્સમાં લોકડાઉન વધારવા વિશે, લોકડાઉન ખતમ કર્યા બાદની યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત મુખ્યમંત્રીઓ દ્વારા 20 એપ્રિલથી કેટલાક વિસ્તારમાં લૉકડાઉન દરમિયાન આંશિક છૂટછાટ, ટેસ્ટ કિટની પરિસ્થિતિ, ડૉક્ટરની સુરક્ષા વિશે ચર્ચા પણ સમીક્ષા કરવામાં આવશે.
સૂત્રો અનુસાર આ બેઠકમાં બિહાર, ઓડિશા, ગુજરાત, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડૂચેરીના મુખ્યમંત્રી પોતાના વિચાર રજૂ કરશે. પૂર્વોત્તરથી મેઘાલય અને મિઝોરમના મુખ્યમંત્રી પણ મીટિંગમાં સામેલ થશે.
ઉલ્લેખનીય છે કે 20 માર્ચની પ્રથમ બેઠકમાં આઠ રાજ્યોએ વાયરસના નિયંત્રણ, તબીબીની માળખાકીય સુવિધા અને સ્થાનિક સ્વાસ્થ્ય સંસાધનો વિશે પોતાના વિચાર રજૂ કર્યા હતા. ત્યારબાદ 2 એપ્રિલે બીજી બેઠકમાં લગભગ 8 રાજ્યો સાથે લૉકડાઉનના એક્ઝિટ પ્લાનની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી, 11 એપ્રિલની ત્રીજી બેઠકમાં ઓછામાં ઓછા 13 મુખ્યમંત્રીઓએ લૉકડાઉન વધારવા માટે કહ્યું હતું.
બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે હજારો લોકોના જીવ બચાવવાના પ્રયત્નો મહત્ત્વના છે, પહેલા લોકડાઉનમાં કડકાઇ અને બીજા લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવાથી કેટલાક અનુભવ થયા છે, અમને સતત નિષ્ણાંતોના સૂચનો મળી રહ્યા છે. હવે મનરેગા સહિત કેટલાય ઉદ્યોગોનું કામ શરૂ થઇ ગયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ વચ્ચેની બેઠક હવે ખત્મ થઇ ચૂકી છે. લગભગ ત્રણ કલાકની ચર્ચામાં લોકડાઉન અને કોરોના સંકટને લઇને વાતચીત થઇ.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે લોકડાઉનથી આપણને લાભ થયો છે. સામૂહિક પ્રયાસની અસર જોવા મળી રહી છે. બીજા દેશોની સરખામણીમાં ભારતની પરિસ્થિતિ સારી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.