લોકડાઉન લાગુ કરવા ઝઝૂમી રહેલા સુરક્ષાદળો પર 28 દિવસમાં 18 એટેક, 10 જવાન શહીદ

લોકડાઉનના 28 દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાઓના કારણે સુરક્ષાદળોને જાન માલનુ ભારે નુકસાન ઉઠાવવુ પડ્યુ છે.

લોકડાઉન લાગુ કરાવવા માટે ઝઝૂમી રહેલા સુરક્ષાદળોના જવાનો પર આંતકી હુમલાઓ વધી ગયા છે. આવી 18 ઘટનાઓ બનીચુકી છે. જેમાં 10 જવાન શહીદ થઈ ચુક્યા છે. જોકે સામે સુરક્ષાદળોએ 18 આતંકીઓનો સફાયો પણ કર્યો છે.

જોકે 28 દિવસમાં જેટલુ નુકસાન થયુ છે તેટલુ છેલ્લા 6 મહિના પણ થયુ નહોતુ.કલમ 370 હટાવાયા બાદ સુરક્ષાદળોના પાંચ જવાનો શહીદ થયા હતા. જ્યારે 30 થી 40 આતંકીઓને આ સમયગાળા દરમિયાન જવાનોએ યમસદન મોકલી આપ્યા હતા.

હાલમાં કાશ્મીર ખીણમાં સુરક્ષાદળો બેવડી લડાઈ લડી રહ્યા છે. એક તરફ કાશ્મીરમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે લોકોને ઘરમાં રહેવા માટે સમજાવવા જવાનો ઝઝૂમી રહ્યા છે તો બીજી તરફ આતંકીઓ તેનો ફાયદો ઉઠાવીને આંતકી હુમલા કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.