દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લડવા માટે આમ તો લોકડાઉનનો ઉપાય અજમાવી રહયા છે પણ હોંગકોંગે લોકડાઉન લાગુ કર્યા વગર કોરોનાના પ્રસાર પર રોક લગાવવામાં સફળતા મેળવી છે.
આ પહેલા દક્ષિણ કોરિયાએ પણ આ જ રીતે કોરોના પર કાબૂ મેળવ્યો હતો.હોંગકોંગમાં 31 માર્ચે 715 મામલા નોંધાયા હતા જ્યારે એપ્રિલમાં અત્યાર સુધીમાં 1024 કેસ થયા છે. આ પૈકીના 568 રિકવર થઈ ચુક્યા છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે હોંગકોંગે ટાર્ગેટેડ આઈસોલેશન અને સોશ્યલ ડિસ્ટન્સિંગ થકી કોરોનાને ઘણા ખા અંખ માત આપી છે. હોંગકોંગે પોતાની બોર્ડરો સીલ કરી દીધી હતી અને એ પછી દર્દીઓને અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ઝડપથી ક્વોરેન્ટાઈન કરવાનુ શરુ કર્યુ હતુ. જાણકારોના મતે હોંગકોંગને બીજા દેશો જેટલુ આર્થિક નુકસાન સહન કરવુ પડ્યુ નથી.
હોંગકોંગની સફળતામાં પબ્લિક હેલ્થ કેરના ઉપયાગો તેમજ લોકોની જાગૃતિ પણ એટલી જ કારણભૂત છે. લોકોને ખબર છે કે, સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવાનુ છે અને પર્સનલ હાઈજીનનુ પણ ધ્યાન રાખવાનુ છે. હોંગકોંગના 85 ટકા લોકો માર્ચ મહિનાથી જ ટોળામાં ભળવાનુ છોડી દીધુ હતુ.99 ટકા લોકો ઘરેથી નીકળે ત્યારે માસ્ક પહેરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.