લોકડાઉન લંબાવાશે તેવી અટકળો વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે, 21 દિવસનો લોકડાઉન લંબાવવામાં નહી આવે. સરકારે સ્પષ્ટતા કરી છે કે, આવી કોઈ યોજના વિચારણા હેઠળ નથી.
કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબાએ કહ્યુ હતુ કે, લોકડાઉન આગળ લંબાવાશે તેવા અહેવાલો જોઈને સરકાર ચોંકી ઉઠી છે કારણકે આવુ કોઈ પ્લાનિંગ વિચારણા હેઠળ છે નહી.
સરકારને આ સ્પષ્ટતા એટલા માટે કરવી પડે છે કે, કેટલાક મીડિયા રિપોર્ટમાં
કોરોનાના દર્દીઓની વધી રહેલી સંખ્યાના કારણે સરકાર લોકડાઉન વધારવા માટે વિચારણા કરી રહી છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે હવે સરકારની સ્પષ્ટતા બાદ આ અંગેની શંકા દુર થઈ ગઈ છે.
હાલમાં ભારતમાં 21 દિવસનુ દેશવ્યાપી લોકડાઉન જાહેર કરાયુ છે. જે 14 એપ્રિલ સુધી ચાલશે. લોકડાઉનને આવતીકાલે એક સપ્તાહ પુરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.