કોરોનાના કારણે લોકડાઉનની સૌથી વધારે અસર ફૂડ અને ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી પર પડી રહી છે.આ વર્ષે ફૂડ અને ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીને 80000 કરોડ રુપિયાનુ નુકસાન થઈ શકે છે.
જો લોકડાઉન લાંબુ ચાલ્યુ તો દેશના 50 ટકા રેસ્ટોરન્ટ બંધ થવાની શક્યતા છે. એક અનુમાન પ્રમાણે ફૂડ ડિલિવરી કરતી કંપનીઓના બિઝનેસમાં 90 ટકા ઘટાડો થયો છે. નેશનલ રેસ્ટરોન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાનુ અનુમાન છે કે, આ ઈન્ડસ્ટ્રીને બહુ મોટુ નુકસાન થઈ શકે છે. એસોસિએશને અપીલ કરી છે કે, મકાન માલિકો અને મોલ માલિકો જુન સુધી રેસ્ટોરન્ટના સંચાલકો પાસે ભાડુ ના માંગે.
એસોસિએશનનુ કહેવુ છે કે, 90 ટકા રેસ્ટોરન્ટો ભાડે લીધેલી જગ્યામાં ચાલે છે. આ રેસ્ટોરન્ટોની આવકનો 15 થી 30 ટકા હિસ્સો ભાડુ ચુકવવામાં વપરાય છે. જ્યારે 5 થી 6 ટકા મેન્ટેનન્સ ચાર્જ આપવો પડે છે. લોકડાઉન લાંબુ ચાલ્યુ તો રેસ્ટરોન્ટોને ભાડુ ચુકવવાના પણ ફાંફા પડી જવાના છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.