લૉકડાઉનના લીધે અમદાવાદના પ્રદુષણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો

કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સમગ્ર દેશમાં લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે. લૉકડાઉનના લીધે અમદાવાદના ધમધમતા માર્ગો સાવ સુમસાન થઈ ગયા છે. લૉકડાઉનના લીધે રસ્તાઓ પર માત્ર પોલીસ અને એકાદા-બે વ્યક્તિઓ જોવા મળે છે. ભારે ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ સાવા સુમસાન જોવા મળી રહ્યાં છે ત્યારે લૉકડાઉનના લીધે અમદાવાદના વાતાવરણમાં પ્રદુષણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
અમદાવાદના વાતાવરણમાં પ્રદૂષણ એકદમ ઘટી ગયું છે અને શહેરની હવા એકદમ શુદ્ધ બની ગઇ છે, હાલના સમયમાં શહેરનો એર કવોલિટી ઈન્ડેક્સ નોંધપાત્ર ઘટ્યો છે. સામાન્ય દિવસમાં જે એર ક્વોલિટિ ઈન્ડેક્સ 200 થી 330 સુધી જોવા મળે છે તે આજે 109 છે. આમ શહેરના એર ક્વોલિટી ઇનસેક્સમાં 50 ટકા જેટલો સુધારો થઇ ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.