લોકડાઉનના કારણે આર્થિક રીતે બેહાલ થઈ ગયેલા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને લોન આપવા માટે સરકારે ત્રણ લાખ કરોડ રુપિયાનુ પેકેજ જાહેર કર્યુ હતુ.
સરકારના નાણા મંત્રાલયના દાવા પ્રમાણે આ યોજનામાં 37 દિવસમાં એક લાખ કરોડની લોન મંજૂર કરાઈ છે.આમ પેકેજમાંથી 33 ટકા લક્ષ્યાંક પુરુ થયુ છે.જે લોન મંજૂર થઈ છે તેમાંથી 45000 કરોડ રુપિયાનુ વિતરણ થઈ ગયુ છે.
આ પેકેજની જાહેરાત નાણામંત્રી દ્વારા કુલ 20 લાખ કરોડના પેકેજના ભાગરુપે કરવામાં આવી હતી.જેમાં ઉદ્યોગો પોતાના હાલની લોનની રકમની 20 ટકા રકમ વધારાની લોન તરીકે લઈ શકે છે.આ માટે ઉદ્યોગોને કોઈ ગેરંટી આપવાની જુર નથી.તેવી જાહેરાત પણ થઈ હતી.
સરકારના દાવા પ્રમાણે એક લાખ કરોડ રુપિયાની લોનમાં 57525 કરોડ રુપિયાની લોન સરકારી ક્ષેત્રની બેન્કો અે 44325 કરોડ રુપિયાની લોન ખાનગી સેક્ટરની બેન્કો આપી ચુકી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.