કોરોનાના કારણે બે મહિના સુધી લાગુ કરાયેલા લોકડાઉને દેશના અર્થતંત્રને જબ્બર ફટકો માર્યો છે. લોકોની આર્થિક સ્થિતિ દયાજનક થઈ ગઈ છે.
આસામમાં બહાર આવેલા એક ચોંકાવનારા કિસ્સામાં લોકડાઉનના કારણે સર્જાયેલી આર્થિક તંગીથી બહાર નિકળવા માટે કોકરાઝાર જિલ્લામાં પિતાએ પોતાની પુત્રીને 45000 રુપિયામાં વેચી નાંખી છે.
દીપક બ્રહ્મા નામનો વ્યક્તિ ગુજરાતમાં કામ કરતો હતો. લોકડાઉન બાદ તેને પાછુ વતન આપવાની ફરજ પડી હતી. જે થોડા ઘણા પૈસા તેની પાસે બચ્યા હતા તે ગુજરાતથી આસામ પાછા આવવામાં વપરાઈ ગયા હતા.
ઘરે પાછા ફર્યા બાદ નોકરીના અભાવે ખાવાના પણ ફાંફા પડી ગયા હતા. જેના પગલે ત્રણ સંતાનના પિતાએ પોતાની પુત્રીને 45000 રુપિયામાં વેચી નાંખી હતી. જોકે એક એનજીઓને આ વાતની ખબર પડી જતા તેના કાર્યકરોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. બીજી તરફ દીપકના ગામના બીજા લોકો પણ મદદમાં આવ્યા હતા.
પોલીસે દીપકને અને બાળકીને ખરીદનારા 3ની ધરપકડ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.