લૉકડાઉનઃ પટિયાલામાં નિહંગ શીખોનો પોલીસ પર હુમલો, ASIનો હાથ કાપી નાખ્યો

એક તરફ જ્યાં દેશ કોરોનાના કહેર સામે લડી રહ્યો છે તો પંજાબના પટિયાલામાં નિહંગ શીખો (પરંપરાગત હથિયાર રાખતા અને લાંબી ખમીઝ પહેરતા શીખ)એ પોલીસ પર હુમલો કરી દીધો અને એક પોલીસકર્મીનો હાથ કાપી નાખ્યો છે. રવિવારે સવારે શાક માર્કેટની બહાર મેન ગેટ પર શીખોએ પોલીસ પર હુમલો કર્યો હતો. હુમલામાં બીજા પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયા છે.

પંજાબના ડીજીપી દિનકર ગુપ્તાએ જણાવ્યું કે, હુમલામાં એએસઆઈ હરજીત સિંહનો હાથ કાપવામાં આવ્યો છે. ત્યારબાદ તેમને ચંડીગઢ પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલામાં અન્ય પોલીસ કર્મી અને માર્કેટ બોર્ડના અધિકારી ઈજાગ્રસ્ત થયા છે. આ મામલામાં પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે.

કર્ફ્યૂનો પાસ દેખાડવા કહ્યું, મારી ટક્કર
પટિયાલાના વરિષ્ઠ પોલીસ ઓફિસર મનદીપ સિંહ સિદ્ધૂએ કહ્યું, તેણે (કર્ફ્યૂ)નો પાસ દેખાડવાનું કહેવામાં આવ્યું, પરંતુ તેણે પોતાની ગાડીથી દરવાજા અને ત્યાં લગાવવામાં આવેલા બેરિકેટ પર ટક્કર મારી દીધી. તેમણે કહ્યું કે, ત્યારબાદ આ લોકોએ ડ્યૂટી પર તૈનાત પોલીસકર્મી પર હુમલો કરી દીધો હતો.

ઘટનાસ્થળ પર પહોંચ્યા એડીજીપી
સિદ્ધૂએ કહ્યું, તલવારથી એક સહાયક ડેપ્યુટી અધિકારી (એએસઆઈ)ના હાથ કાપી દેવામાં આવ્યો હતો. પટિયાલા સદર પોલીસ સ્ટેશનના પ્રભારીને કોણીમાં ઈજા થઈ છે જ્યારે એક અન્ય પોલીસ અધિકારીને હાથમાં પણ ઈજા પહોંચી છે. એએસઆઈને રાજેન્દ્ર હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યાંથી તેમને પીજીઆઈએમઈઆર ચંડીગઢ રેફર કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.