કોરોના મહામારીએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે એક પણ ક્ષેત્ર એવું નથી બચ્યું જેને કોરોનાને કારણે મુશ્કેલી ન પડી હોય. લોકડાઉનને 17 મે સુધી વધારી દેવામાં આવ્યુ છે. લોકડાઉનના કારણે રેલવેનું સંચાલન હાલ ઠપ્પ થઈ ગયુ છે. ઈતિહાસમાં પહેલા વખત રેલવે સેવા 52 દિવસથી વધારે સમય બંધ રહી છે. આ દરમિયાન મનમાં સવાલ ઉઠે કે આખરે આટલા દિવસો રેલવેનું કોઈ કામ થયુ છે કે કેમ?
રેલવે તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે અત્યાર સુધી એવા કેટલાયે કામ હતા જે અટકી પડ્યા હતા. સતત રેલવે સેવા ચાલતી હોવાના કારણે આ કરવું શક્ય જ નહોતુ આ સમયે લોકડાઉન ચાલતુ હોવાથી રેલવેએ વર્ષોથી અટકી પડેલ મેન્ટેનન્સનું કામ થાળે પાડ્યુ છે. આ સમગ્ર કામગીરી ભારે પ્રશંસાને પાત્ર છે.
રેલવેના સેફ્ટી મેનેજમેન્ટ અને ઓપરેશન એફિશિયન્સી વધારવામાં પર ભાર દેવામાં આવી રહ્યો છે. રેલ અધિકારીઓનું કહેવું છે કે અમે એમ સમજીને ખુબજ ઝડપથી કામ પાર પાડી રહ્યા છીએ કે આ એક જ ટાઇમ મળેલ મોકો છે આવો મોકો હવે કદાચ ફરી ક્યારેય નહીં આવે.
12270 કિલોમીટર પ્લેન ટ્રેકના મેન્ટેનન્સનું કામ લાંબા સમયથી બાકી હતુ જે હવે 500 મોડર્ન હેવી ડ્યુટી ટ્રેક મેન્ટેનન્સ દ્વારા ઓવરહેડ એક્વિપમેન્ટસની મદદથી પૂર્ણ કરવામાં આવ્યુ છે. આ કામ અત્યાર સુધી એટલે પુરૂ નહોતુ થતુ કેમકે ટ્રેક પર સતત ટ્રેનો દોડતી રહેતી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.