લોકડાઉનમાં વતન જવા પગપાળા નીકળી પડી 12 વર્ષની બાળકી, રસ્તામાં જ મોત

 

લોકડાઉનના કારણે અલગ અલગ જગ્યાએ લાખો લોકો ફસાઈ ગયા છે.

આમાંથી કેટલાક હિંમત કરીને ઘર તરફ જવા પગપાળા નીકળી પડ્યા છે અને સેંકડો કિલોમીટર ચાલીને ઘરે પહોંચ્યા હોવાનુ પણ બહાર આવી રહ્યુ છે. આવી જ હિંમત કરનાર 12 વર્ષની એક બાળકીનુ રસ્તામાં જ  મોત થયુ હતુ.

આ દર્દનાક ઘટના  છત્તીસગઢમાં રહેતી 12 વર્ષની  બાળકી જમલોની છે. જમલો બે મહિના પહેલા રોજગારી મેળવવા માટે તેલંગાણા પહોંચી હતી. જ્યાં તેને ખેતરમાં મરચા તોડવાનુ કામ મળ્યુ હતુ. લોકડાઉનના કારણે કામ બંધ થઈ ગયુ હતુ અને તે વતનથી સેંકડો કિમી દુર ફસાઈ ગઈ હતી. કેટલાક દિવસો તો તેણે જેમ તેમ કરીને ખાવા પીવાની વ્યવસ્થા કરી હતી પણ લોકડાઉન 3 મે સુધી વધી જતા તેણે ધીરજ ગુમાવી હતી. 16 એપ્રિલે તે પોતાના ગામના બીજા 11 લોકો સાથે છત્તીસગઢ જવા માટે ચાલતા નીકળી પડી હતી.

જોકે વધારે તાપ, શરીરમાં ડીહાઈડ્રેશનના કારણે 12 વર્ષની બાળકીએ ઘરે પહોંચે તે પહેલા જ રસ્તામાં દમ તોડી દીધો હતો. તેના મોતની ખબર બાદ તંત્રની ટીમ આ સ્થળે પહોંચી હતી. અંતરિયાળ વિસ્તારમાં તેની તબિયત લથડ્યા બાદ સારવાર પણ મળી શકી નહોતી.

જમલોના પિતા કહે છે કે, મને તો પુત્રીના આવવાનો ઈંતેઝાર હતો અને હવે તેના મોતની ખબર આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.