સિદ્ધપુરમાં લોકડાઉનના કારણે બધુ બંદ હોવાથી કોઈપણ ગાડી ન મળતા કેટલાક સ્થાનિક યુવાનોએ ઘાયલ યુવકને હાથલારીમાં તો હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ સમયસર ન પહોચતા તેનું મોત નિપજતા ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
કોરોનાની મહામારીમાં સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ વચ્ચે જીવી રહ્યા છે. જેમાં 21 દિવસનું લોકડાઉન હોવાથી સમગ્ર રાજ્ય સહિત સિદ્ધપુરમાં પણ કરફ્યુ લાગ્યો છે. જેમાં આવશ્યક વસ્તુઓ સિવાયની તમામ દુકાનો તેમજ ગાડીઓનું પરિવહન બંદ છે તેમાં આજરોજ રૂંવાટા ઉભા કરી દે એવી ઘટના બનવા પામી હતી.
જેમાં બિલિયાના એક રહેવાસી પટેલ જયંતીભાઈ જોઇટાભાઈ નાઓ સિદ્ધપુર ખાતે કોઈ કામ અર્થે આવ્યા હતા જેમાં બસ સ્ટેન્ડ પાસે કોઈક કારણ સર પડી જતા તેમને માથામાં ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેમાં કેટલાક લોકોએ ગાડી માટે આજુબાજુ ફાંફાં માર્યા હતા પરંતુ લોકડાઉનના કારણે કોઈ પણ ગાડી દેખાઈ ન હતી. જેથી ત્યાંના સ્થાનિક લોકો દ્વારા ઘાયલ જયંતીભાઈ ને હાથલારીમાં સુવડાવી તાત્કાલિક તેમને હાથલારીને દોડતા દોડતા ધકેલતા સિદ્ધપુર જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.