દેશમાં કોરોનાના કહેર વચ્ચે રમઝાન મહિનો પણ ચાલી રહ્યો છે. જોકે કેટલીક જગ્યાએ પોલીસને લોકોને ઘરમાં જ રહેવા માટે ફરજ પાડવામાં મુશ્કે્લી પડી રહી છે.
સોશ્યલ ડિસ્ટન્સિંગની ઐસી કી તૈસી કરીને રમઝાન મહિના નિમિત્તે યુપીના ગ્રેટર નોએડામાં એક જગ્યાએ ઈફતાર પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યુ હોવાની વિગતો સપાટી પર આવી છે.
અહીંયા આવેલી જામા મસ્જિદની સામે પપ્પુ નામના વ્યક્તિએ રોજા ખુલ્યા બાદ ઈફતાર પાર્ટીનુ આયોજન કર્યુ હતુ. જેની ખબર પોલીસને પડતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે ઈફતાર પાર્ટીના આયોજકની ધરપકડ કરી હતી.
પોલીસે આ મામલામા્ં 19 લોકો સામે કેસ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.