સુરત : શહેરમાં કોરોના વાયરસ (Coronavirus)ના ફેલાવાને લઈ લોકોમાં ચિંતા છે. સંક્રમણ (Coronavirus Infection)થી ફેલાતા આ બીમારીને લઈને આખા દેશમાં લૉકડાઉન (Lockdown) જાહેર કરવામાં આવ્યું છે. આ બધા વચ્ચે શહેરમાં એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે, જે જોઈને તમને આશ્ચર્યની સાથે અસામાજિક તત્વો પર ફિટકારની લાગણી જન્મશે. આ વીડિયોમાં એક અસામાજિક તત્વ પોલીસમાં જુબાની આપવાની અદાવતમાં યુવકને માર મારી ગાડી પર થૂંકીને તેને થૂંક ચાટવા માટે મજબૂર કરી રહ્યો છે.
શહેરમાં દિવસેને દિવસે કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. આ રોગ ખાસ કરીને સંક્રમણથી ફેલાઈ છે. સાથે જ લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત છે, જેથી ચેપ ફેલાતો અટકે. આ રોગ મોટાભાગે છીંક કે ઉધરસ દરમિયાન મોઢા કે નાકમાંથી બહાર નીકળથા ડ્રોપલેટ્સથી ફેલાય છે. આ સમયે શહેરમાં વાયરલ થયેલા વીડિયોએ ખૂબ ચર્ચા જગાવી છે.
આ વીડિયોમાં એક બદમાશ યુવક બીજા યુવકને પહેલા ગાળો ભાંડે છે અને ઉઠક બેઠક કરાવે છે. જે બાદમાં યુવકને કાર પર થૂંકીને ચાટવા માટે કહે છે. આ બદમાશ પોતાનું થૂંકેલું ચાટવા માટે પણ યુવકને આદેશ કરે છે. ડરના માર્યા યુવક પણ આવું કરવા માટે મજબૂર બને છે. જે બાદમાં બદમાશ યુવકને નગ્ન કરવાની વાત કરે છે. આ દરમિયાન તે યુવકને સતત ગાલ પર તમાચા મારી રહ્યો છે.
આ વીડિયો સુરતના લિંબાયત વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસમાં જુબાની આપવાની અદાવતમાં યુવકને માર મારી ઉઠક-બેઠક કરાવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ અસામાજિક તત્વ જે વાહન પર થૂંક્યો હતો તે વાહન એસએમસીના બાગ ખાતાનું છે. અસામાજિક તત્વ યુવકને વીડિયોમાં કહી રહ્યો છે કે “ક્યું બોલા રમઝાન કા નામ? અબ બોલેગા રમઝાન કા નામ? તેરે કો ડીસીબી મેં દું ક્યાં?” વીડિયોમાં પીડિત યુવક માફી પણ માંગતો જોવા મળી રહ્યો છે. હવે આ મામલે પોલીસ તરફથી કેવા પગલાં ભરવામાં આવે છે તે જોવાનું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.