લોકડાઉન વધારવું યોગ્ય પણ સ્ટિમ્યૂલસ પેકેજ જાહેર કરો: ઉદ્યોગપતિઓ

એપ્રિલ-સપ્ટે.માં 4 કરોડની નોકરી સામે જોખમે: ફિક્કી પ્રમુખ

કોરોના લોકડાઉનથી અર્થતંત્રને મોટા પાયે ફટકો પડયો હોવાથી સ્ટિમ્યૂલસ પેકેજ જરૂરી

 

ભારતીય ઉદ્યોગોએ લોકડાઉન વધારવાના નિર્ણયનું સ્વાગત કર્યુ છે પણ તેમણે સ્ટિમ્યૂલસ પેકેજ આપવાની માગ કરી છે. ઉદ્યોગપતિઓએ જણાવ્યું છે કે કોરોનાને કારણે અર્થતંત્રને મોટા પાયે નુકસાન થયું છે આ નુકસાનની ભરપાઇ કરવા માટે સરકારને સ્ટિમ્યૂલસ પેકેજની જાહેરાત કરવી પડશે.

ઉલ્લેખનીય છે કે આજે સવારે ૧૦ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩ મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી. કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા મોટા ભાગના ઉદ્યોગપતિઓએ વડાપ્રધાન મોદીના આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગયા મહિને ૧.૭ લાખ કરોડ રૃપિયાના પેકેજની જાહેરાત કરી હતી. ફિક્કીના પ્રમુખ સંગિતા રેડ્ડીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને કારણે ભારતીય અર્થતંત્રને દરરોજ ૪૦,૦૦૦ કરોડ રૃપિયાનું નુકસાન થઇ રહ્યું છે. ૨૧ દિવસના લોકડાઉનને કારણે ભારતીય અર્થતંત્રને કુલ સાતથી આઠ લાખ કરોડ રૃપિયાનું નુકસાન થઇ રહ્યું છે.

ફિક્કીના પ્રમુખે વધુમાં જણાવ્યું છે કે એપ્રિલથી સપ્ટેમ્બર, ૨૦૨૦ સુધીમાં ૪ કરોડ લોકોની નોકરી સામે ખતરો ઉભો થયો છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં ૨૦ એપ્રિલથી કેટલીક રાહત આપવાના સંકેત આપ્યા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.