લોકડાઉન વધવા સાથે સ્થિતિ વધુ વકરી રહી હોવાથી CAની તમામ પરીક્ષાઓ બીજી વાર મોકૂફ કરવી પડી

– ઈન્સ્ટિટ્યુટે 2થી18મે સુધીની પરીક્ષાઓ મોકુફ કરી 19 જુનથી 4 જુલાઈ કરી હતીઃ હવે 29મી જુલાઈએ લેવાશે

કંપની સેક્રેટરી અને કોસ્ટ એકાઉન્ટિંગ મેનેજેન્ટ બાદ હવે ચાર્ટડ એકાઉન્ટન્સ(સીએ)ની પરીક્ષાઓ પણ મોકુફ કરી દેવાઈ છે. જો કે ચાર્ટડ એકાઉન્ટન્ટસની પરીક્ષાઓ બીજી વાર મોકુફ કરવી પડી છે. સીએની ફાઈનલ સહિતની તમામ પરીક્ષાઓ હવે જુનને બદલે બદલે જુલાઈમાં શરૂ થશે.

ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા કરાયેલી જાહેરાત મુજબ સીએના ફાઉન્ડેશન,ઈન્ટરમીડિએટ અને ફાઈનલ પ્રોગ્રામની પરીક્ષાઓ કે જે અગાઉ 19 જુનથી 4 જુલાઈ લેવાનું નક્કી કરાયુ હતુ પરંતુ દેશમાં લોકડાઉન વધતા અને સ્થિતિ વધુ વકરી રહી હોવાથી હવે 29મી જુલાઈથી શરૂ થશે. 19જુનથી લેવાનારી પરીક્ષાઓ મોકુફ કરવામા આવી છે.

દર વર્ષે મે-નવેમ્બરમાં લેવાતી પરીક્ષાઓ હંમેશાની જેમ આ વર્ષે ૨જીમેથી શરૂ થનાર હતી. 18મી મે સુધી લેવાનાર હતી પરંતુ ઈન્સ્ટિટયુટ દ્વારા પરીક્ષાઓ મોકુફ કરીને 19 જુનથી 4 જુલાઈ સુધી કરવામા આવી હતી પરંતુ હવે જુનની પરીક્ષા પણ મોકુફ કરી 29મી જુલાઈથી શરૂ થશે અને 16મી ઓગસ્ટ સુધી ચાલશે.

ફાઉન્ડેશનની 7થી 14 ઓગસ્ટ, ઈન્ટરમીડિએટની નવા અને જુના કોર્સની 30 જુલાઈથી 16 ઓગસ્ટ તેમજ ફાઈનલની નવા અને જુના કોર્સની 29 જુલાઈથી 14 ઓગસ્ટ સુધી પરીક્ષા લેવાશે. ઈન્ટરનેશનલ ટેક્સેસેશન એસેસમેન્ટ ટેસ્ટ 7 અને 9 ઓગસ્ટે લેવાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.