લોકડાઉનના ડરથી ઉજ્જૈનથી, 630 કિમી દુર જોધપુર જવા નીકળ્યા 22 મજૂરો

દેશના અનેક રાજ્યોમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો હોવાથી લોકડાઉનના ભણકારી વાગી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં પહેલાથી જ  લોકડાઉન લાગેલું છે. પરંતુ રાજસ્થાન જેવા રાજ્યોમાં હવે કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે.

હકિકતમાં લોકડાઉનના ડરથી ઉજ્જૈનથી 630 કિમી દુર જોધપુર 22 મજૂરો ઉજ્જૈન પાસે ઝારડાના નરખેડી ગામ માટે નીકળ્યા છે. આમને ઉજ્જૈન પહોંચતા 3 દિવસનો સમય લાગી જશે.

ઝારડાના નરખેડી ગામના રહેવાસી બદ્રીએ જણાવ્યુ કે 3 દિવસ પહેલા જોધપુરની પાસે રામદેવરાથી ચાલ્યા હતા. ત્યાં જેવી ખબર પડી કે રાજસ્થાનમાં લોકડાઉન લાગી શકે છે તો પોતાનું 2 મહિનાનું બચેલું કામ છોડીને પોતાના ગામ માટે 22 લોકો નિકળી ગયા. સાથે જણાવ્યું કે  રાજસ્થાન બોર્ડર સુધી તો વાહન મળી ગયુ પરંતુ મધ્ય પ્રદેશમાં આવતા જ લોકડાઉનના કારણે પગપાળા જવુ પડી રહ્યુ છે.

ઝારડા નિવાસી ઉપમા બાઈએ જણાવ્યુ કે મધ્ય પ્રદેશમાં લોકડાઉનના કારણે પદયાત્રી કરવી પડી રહી છે. ઉજ્જૈન આવ્યા બાદ હજું ઘણી સફર બાકી છે. જો કે ઉજ્જૈનમાં પણ લોકો આવા મજૂરોની સેવા કરતા નજરે પડ્યા અને તેમણે ગરમીની ઋતુમાં તમામ 22 મજૂરો માટે છાશ મઠ્ઠાની વ્યવસ્થા કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.