કોરોનાના કપરાકાળમાં અપાયેલા લોકડાઉનના પગલે એસટીની સુવિધા પણ ખોરવાઇ હતી. ત્યારબાદ ધીમે ધીમે સંચાલન શરૃ કરવામાં આવતાં જાન્યુઆરી, ફેબુ્રઆરી માસમાં નિયમીત ૧૦૦ ટકા ટ્રીપોની અવર જવર કરતી હતી.
ત્યારે કોરોનાની બીજી લહેર શરૃ થતાં પુનઃ લોકોમાં ફફડાટ ફેલાતાં બસોની મુસાફરી કરવાનું ટાળી રહ્યાં છે ત્યારે તંત્ર દ્વારા સંક્રમણ વધે નહીં તે માટે કફર્યુ સહિત અન્ય પ્રતિબંધિત નિયમો લગાડવામાં આવતાં એસટીની બસોની અવર જવરમાં પણ તેની અસર જોવા મળી રહી છે.
કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થતાં તંત્ર દ્વારા પણ કડક નિયંત્રણો લગાડવામાં આવ્યાં છે તો રોજીંદી અવર જવર કરતાં મુસાફરો પણ બસમાં બેસવાનું ટાળી રહ્યાં છે. જેના પગલે ડેપો તંત્ર દ્વારા ૮૦ ટકા ટ્રીપોનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે.
અગાઉ રોજની રૃપિયા પાંચ લાખની આવક પ્રાપ્ત કરનાર ગાંધીનગર એસટી ડેપોને હાલમાં માત્ર એક લાખની આવકથી સંતોષ માનવો પડે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.