એક્સપર્ટનું કહેવું છે કે કોરોના એવા રોગીમાં લોહીના ગટ્ઠા બનાવે છે જેમને ટાઈપ ટૂ ડાયાબિટિસ મિલેટસ છે.
કોરોના વાયરસ ફક્ત ફેફસાની બીમારી નથી. પહેલા ધારણા હતી પરંતુ હવે તેમાં લોહીના ગટ્ઠા જામી જવાના કારણે તેને તરત સારવારની જરૂર રહે છે
હોસ્પિટલમાં એડમિટ કોરોનાના 14-28 ટકા રોગીમાં લોહીના ગટ્ઠા જામવાનું સામે આવી રહ્યું છે. જેને ડીપ વેન થ્રોમ્બોસિસના નામથી ઓળખવામાં આવે છે. તો 2-5 ટકા રોગીમાં આર્ટેરિયલ થ્રોમ્બોસિસ હોવાનું સામે આવ્યું છે.
દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલના વાહિકા અને અંતઃ વાહિકા સર્જન ડો. અંબરિશે કહ્યું કે સરેરાશ દર અઠવાડિયે આ પ્રકારના 5-6 કેસ જોઈ રહ્યા છે. આ અઠવાડિયે રોજ 1 કેસ જોવા મળ્યો છે. અન્ય એક દાવામાં કહેવાયું છે કે લોહીના ગટ્ઠા એવા રોગીમાં જામે છે જેમને ટાઈપ ટૂ ડાયાબિટિસ મિલેટ્સ છે જો કે તેના નિષ્ચિત કારણને જાણી શકાયું નથી.
ડીવીટી એક ગંભીર સ્થિતિ છે જેમાં શરીરની અંદરની નસમાં લોહીના ગટ્ઠા જામી જાય છે. આર્ટેરિયલ થ્રોમ્બોસિસ ધમનીમાં લોહીના જામવા સાથે જોડાયેલું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.