લોહીયાળ જંગ ખત્મ,મોદી સરકારને મળી સફળતા, ઉગ્રવાદીઓએ અલગ બોડોલેંડની માંગ પડતી મુકી

પૂર્વોત્તરમાં એક અલગ રાજ્ય બનાવવાની લાંબા સયમથી ચાલી રહેલો લોહિયાળ સંઘર્ષ હવે શાંત પડશે. અસમમાં છેલ્લા કેટલાક સમયથી અલગ બોડોલેંડની માંગણી કરનારા ચાર ઉગ્રવાદી જુથોએ હિંસાનો માર્ગ છોડવાનો નિર્ણય લીધો છે. સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં અસમ સરકાર સાથે NDRFએ સમજુતી કરી, જેને અંતર્ગત હવે બોડોલેંડની માંગણી પડતી મુકવામાં આવશે.

નેશનલ ડેમોક્રેટિક ફેડરેશન ઓફ બોડોલેંડ (NDRB)ની આગેવાનીમાં અલગ રાજ્યની માંગણી કરવામાં આવી રહી હતી, પરંતુ સરકાર તરફથી આકરૂ વલખ દાખવ્યા બાદ આખુ ચિત્ર જ પલટાઈ ગયું હતું. મોદી સરકારની આ એક વધુ મોટી સફળતા માનવામાં આવે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આજે ભારત સરકર, અસમ સરકાર અને બોડો સંગઠનના ચાર સમુહો વચ્ચે સમજુતિ થઈ છે, આ ઉજ્વળ ભવિષ્ય માટેનો દસ્તાવેજ છે. વર્ષ 1987થી આ આંદોલન હિંસક બન્યું હતું, જેમાં 2823 લોકો સંઘર્ષ દરમિયાન મોતને ભેટ્યા. 949 બોડો કેડરના લોકો અને 239 સુરક્ષાકર્મીઓ પણ માર્યા ગયા.

સરકાર તરફથી બોડો જુથોની માંગણી સ્વિકારી એક અલગ યૂનિવર્સિટી, કેટલાક રાજકીય આધાર, બોડો ભાષાનો વિસ્તાર કરવામાં આવી શકે છે. આ દરમિયાન NDFB સંગઠનના રંજન દૈમિરી, ગોવિંદા બાસુમૈત્રી, ધીરેન બોરે અને બી સોરોગૈરા સહિત અન્ય પ્રતિનિધિઓ હાજર રહી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.