દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ વખતે દેશમાં કુલ 7 તબક્કામાં મતદાન થશે અને પરિણામ 4 જૂને જાહેર થશે. ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં તમામ સાત તબક્કામાં મતદાન થશે. આ સિવાય ઘણા રાજ્યો એવા છે જ્યાં પહેલા તબક્કામાં જ મતદાન સમાપ્ત થશે.
લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તારીખોની જાહેરાત કરતા ચૂંટણી પંચે કહ્યું કે, દેશમાં આ વખતે કુલ 7 તબક્કામાં મતદાન થશે જ્યારે પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. પાંચમા તબક્કાનું મતદાન 20મીએ થવાનું છે. આ માટેની સૂચના 26મી એપ્રિલે બહાર પાડવામાં આવશે. ઉમેદવારો 3જી મે સુધીમાં ઉમેદવારી નોંધાવશે અને 4મી મેના રોજ તેમના ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. તેવી જ રીતે ઉમેદવારો 6 મે સુધી તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકશે.
તમામ તબક્કાના રિઝલ્ટ આવશે એકસાથે
આ તબક્કામાં 8 રાજ્યોની 49 લોકસભા સીટો પર મતદાન થશે. રાજ્યવાર બેઠકોની વાત કરીએ તો, બિહારની 5, ઝારખંડની 3, મહારાષ્ટ્રની 13, ઓડિશાની 5, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 7 અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની 1 બેઠક પર મતદાન થશે. તમામ તબક્કાના રિઝલ્ટ 4 જૂને એકસાથે આવશે.
97 કરોડ મતદારો કરશે મતદાન
ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી મુજબ આ વખતે દેશમાં કુલ 97 કરોડ મતદારો ચૂંટણીમાં ભાગ લેશે. જેમાં 49 કરોડ 72 લાખ પુરુષ મતદાતા છે જ્યારે 47 કરોડ 15 લાખ મહિલા મતદારો છે. આ વખતે ચૂંટણીમાં 10.5 લાખ EVM મશીનનો ઉપયોગ કરવામાં આવશે અને દેશભરમાં 10 લાખ 50 હજાર પોલિંગ બૂથ બનાવવામાં આવશે.
State Name | Constituency Name | Phase | Date | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Bihar | Hajipur | Phase 5 | 20-May-24 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Bihar | Madhubani | Phase 5 | 20-May-24 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Bihar | Muzaffarpur | Phase 5 | 20-May-24 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Bihar | Saran | Phase 5 | 20-May-24 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
|
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.