લોકડાઉનની અસરઃ વિશ્વમાં પ્રત્યેક 5માંથી 4 મજૂરને બે ટાઈમનું ભોજન પણ નસીબમાં નહીં

કામ મળતું બંધ થવાથી વિશ્વમાં 330 કરોડ મજૂરો પ્રભાવિત, 106 કરોડ કામદારોના રોજીરોટીના સાધનો છીનવાયા

 

કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે જે લોકો પાસે બે ટંકનું ભોજન કરવા કોઈ વ્યવસ્થા નથી તે લોકોનું જીવન સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયું છે. એક અહેવાલ પ્રમાણે વિશ્વમાં પ્રત્યેક પાંચમાંથી ચાર મજૂરો લોકડાઉનના કારણે પ્રભાવિત છે. ઉપરાંત પહેલા કરતા પણ વધારે ભૂખમરાની સ્થિતિમાં હોય તેવા પરિવારોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. લોકડાઉનના કારણે કોઈ કામ ન મળવાથી તેમનું જીવન વધુ કઠિન થઈ રહ્યું છે.

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન(આઈએલઓ)ના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વના કામદારોમાં પ્રત્યેક પાંચમાંથી ચાર મજૂર લોકડાઉનમાં કામ મળતું બંધ થવાથી પ્રભાવિત છે અને આવા લોકોનો કુલ આંકડો આશરે 330 કરોડ જેવો છે. જ્યારે 106 કરોડ કામદારોના રોજીરોટીના સાધનનો સંપૂર્ણપણે વિનાશ થવાની શક્યતા છે.

આર્જેન્ટિનાની સ્થિતિ પહેલેથી જ ખરાબ છે. ત્યાં 4.4 કરોડની વસ્તીમાં એક તૃતીયાંશ લોકો ગરીબીમાં જીવી રહ્યા છે. મહામારી પહેલા ત્યાં 80 લાખ લોકો ભોજન માટે મદદ માંગતા હતા અને હાલ તેમાં વધુ 30 લાખ લોકો જોડાયા છે.

મિસ્રમાં રોજ 100 રૂપિયામાં ગુજારો

મિસ્ત્રની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. દેશની સત્તાવાર સ્ટેટિસ્ટિક્સ એજન્સીના અહેવાલ પ્રમાણે રાજધાની કાહિરામાં બે કરોડ લોકો પ્રભાવિત છે કારણ કે, તેમના રોજગાર બંધ થઈ ગયા છે, તેમણે નોકરીઓ ગુમાવી દીધી છે અને પોતાના ઘરે પરત જવા મજબૂર થવું પડ્યું છે. મહામારીના કારણે કોઈ તેમના પાસે કામ કરાવવા તૈયાર નથી. મિસ્ત્રમાં લોકો દરરોજ આશરે 100 રૂપિયામાં દિવસ કાઢવા મજબૂર બન્યા છે. ત્યાંના છ ટકા લોકો અત્યંત ગરીબાઈમાં જીવી રહ્યા છે. જો કે, સરકારે ગરીબ લોકોનો જીવ બચાવવા દર મહીને 2,200 રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.