નવી દિલ્હી : દેશમાં કોરોનાના સંક્રમણ (Corona Infection)ને અટકાવવા માટે 21 દિવસના લૉકડાઉન (21 Days Lockdown)ની જાહેરાત કરવામાં આવી છે. આ લૉકડાઉન આગામી 14મી એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. આ સંદર્ભે ચર્ચા માટે પીએમ મોદી (PM Modi)એ દિલ્હી ખાતે ઓલ પાર્ટી મીટ (All Party Meet)નું આયોજન કર્યું હતું. આ બેઠકમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “આ મામલે કેન્દ્ર સરકાર તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓનો મત જાણશે, પરંતુ આ તબક્કે લૉકડાઉન હટાવી દેવું શક્ય નથી.”
પીએમ મોદીએ આજે જણાવ્યું હતું કે, કોરોના વાયરસનો ફેલાવો જે રીતે વધી રહ્યો છે ત્યારે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીએ તો 13મી એપ્રિલના રોજ લૉકડાઉન હટાવી દેવું શક્ય નથી. તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ સાથે બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ મામલે વિચાર-વિમર્શ કરશે, પરંતુ લૉકડાઉન બહુ ઝડપથી જ ખતમ થઈ જશે તેવું શક્ય નથી લાગી રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.