લોકડાઉનને રાજકોટીયનોએ સમર્થન આપ્યું, લોકો ઘરમાં પૂરાયા, ડ્રોનની નજરે જુઓ સુમસામ રસ્તાનો નજારો

31 તારીખ સુધી રાજ્યમાં લોકડાઉન છે.  ત્યારે રાજકોટમાં લોકડાઉનને પ્રચંડ સમર્થન મળ્યું છે. ઉંચા આકાશેથી ડ્રોન કેમેરામાં શહેરના રસ્તાનો નજારો કેદ થયો છે. શહેરના યાજ્ઞીક રોડ પરનો આ નજારો છે. સરકારના લોકડાઉન બાદ તમામ ધંધા-રોજગાર બંધ છે. લોકો પોતાના પરિવાર સાથે ઘરમાં પૂરાઇ રહ્યા છે. આથી રસ્તાઓ સુમસામ બન્યા છે. આવશ્યક ચીજવસ્તુઓ લેવા માટે જ લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.