વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)એ મંગલવારે ભારતમાં લોકડાઉનનો સમયગાળો વધારવા અંગેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નિર્ણયની પ્રસંશા કરી છે.
સંસ્થાએ કહ્યું કે આ પહેલા કોરોનાને હરાવવા માટે સમયસર લેવામાં આવેલા કડક પગલા તેનું દ્રષ્ટાંત છે. મોદીએ 25 માર્ચે લાગુ કરાયેલા લોકડાઉનનો સમયગાળો 14 એપ્રિલથી વધારીને 3 મે સુધી કરવાની ઘોષણા કરી છે.
WHOનાં ક્ષેત્રિય ડાયરેક્ટર ડો. પૂનમ ખેત્રપાલ સિંહે જણાવ્યું કે કોરોનાને રોકવા માટે સમયસર લેવામાં આવેલા કઠોર પગલાની WHO પ્રસંશા કરે છે, ચેપને રોકવા માટે દર્દીઓની સંખ્યામાં કેટલો ઘટાડો થશે, અત્યારે આ અંગે કાંઇ કહેવું ખુબ વહેલું ગણાશે.
પરંતું લોકોનાં વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા માટે વધું અસરકારક ઉપાયોનો અમલ કરવામાં છ સપ્તાહનું દેશવ્યાપી લોકડાઉન, વાયરસનાં સંક્રમણને વધતા રોકવા માટે મદદરૂપ સાબિત થશે.
ડો. સિંહે કહ્યું કે બહું મોટો પડકાર હોવા છતા આ રોગચાળાને હરાવવા માટે ભારત દ્રઢ નિશ્ચય સાથે આગળ વધી રહ્યું છે, તેમણે કહ્યું કે આ વાયરસને હરાવવા માટે પરીક્ષાનાં આ ક્ષણોમાં પ્રત્યેક વ્યક્તિએ વધુમાં વધું યોગદાન આપવું જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.