રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકિય સંકટ વચ્ચે કોંગ્રેસ સતત ભાજપ અને કેન્દ્ર સરકાર પર આક્રામક છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નિશાન સાધતા કહ્યું કે, ભાજપ સરકારે લોકોએ ચૂંટેલી સરકારને તોડવાના પ્રયાસ કરી પોતાની મંશા અને ચરિત્ર સ્પષ્ટ કરી દીધી છે.
પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, સંકટ સમયે નેતૃત્વની ઓળખ હોય છે. કોરોનાના રાષ્ટ્રીય સંકટમાં દેશને જનહિતમાં કામ કરતા નેતૃત્વની જરૂરિયાત છે. પરંતુ કેન્દ્રની ભાજપ સરકારે જનતા દ્વારા ચૂંટેલી સરકારને તોડવાના પ્રયાસ કરી પોતાની મંશા અને પોતાનું ચરિત્ર સ્પષ્ટ કરી દીધું છે. જનતા જવાબ આપશે.
સોમવારે દેશભરમાં રાજભવન સામે પ્રદર્શન
રાજસ્થાન મુદ્દે સોમવારે કોંગ્રેસ સમગ્ર દેશમાં રાજભવનો સામે પ્રદર્શન કરશે. આ કાર્યક્રમને ‘લોકતંત્ર બચાઓ-સંવિધાન બચાઓ’ નામ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, સોમવારે સુપ્રીમ કોર્ટમાં રાજસ્થાન મુદ્દે સુનવણી પણ થવાની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.