લોકોની હાજરી વગર જ થઈ શકે છે પુરીની રથયાત્રાનું આયોજનઃ કેન્દ્ર

 

સુપ્રીમ કોર્ટની સિંગલ પીઠે આજે પોતાના 18 જૂનના આદેશમાં સંશોધનની માંગ કરતી ચાર અરજીઓ પર સુનાવણી કરી હતી. કેન્દ્ર સરકારે સર્વોચ્ય અદાલત સમક્ષ વાર્ષિક રથયાત્રાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને રથયાત્રાનું સાર્વજનિક ભાગીદારી વગર આયોજન કરી શકાય.

અગાઉની સુનાવણીમાં કોર્ટે કોરોના વાયરસ મહામારીના પગલે ઓડિશાના પુરી અને અન્ય સ્થળોએ યોજાતી રથયાત્રા પર પ્રતિબંધ મુક્યો હતો. તેને લઈ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરાઈ હતી.

ઓડિશામાં દર વર્ષે યોજાતી પ્રતિષ્ઠિત અને ચર્ચિત રથયાત્રાના આયોજનને લઈ ઘણા લાંબા સમયથી સંશયની સ્થિતિ સર્જાયેલી હતી. આ કારણે મંદિર સમિતિએ શ્રદ્ધાળુઓની હાજરી વગર તેનું આયોજન કરવાનું સૂચન કર્યું હતું. જોકે કોર્ટે કોઈ પણ પ્રકારના આયોજન પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય સંભળાવ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.