મહાનગરો અને મોટાભાગના જિલ્લાઓમાં લોકો ઇન્જેક્શન માટે દૂર દૂરથી આવી રહ્યા છે. વધુ પડતી માંગને લઇને દુકાનદારોએ રેમડેસિવિરનું બ્લેકમાર્કેટિંગ શરૂ કરી દીધું છે.
તો દુકાનદારો 900 રૂપિયાના ઇન્જેકશનના 7 હજાર સુધી લઇ રહ્યા છે. ત્યારે આ કાળાબજારી પર ASMITA NEWS એ મોટો ખુલાસો કર્યો છે.
દુકાનદારોને વેચવા રેમડેસિવિર ઈંજેક્શન વેચવા પર કમિશનર પ્રતિબંધની વાતો કરે છે. ASMITA NEWSના ઈન્વેસ્ટીગેટિવ રિપોર્ટર સાથે અમદાવાદના દુકાનદારો ભાવતાલ કરી રહ્યાં છે.
ફાર્મસીની દુકાન પર રેમડેસિવિર મળી જાય છે પણ ભાવ 7 હજાર રૂપિયા છે. દુકાનદારો 900 રૂપિયાના ઈંજેક્શનના 5 હજાર રૂપિયા લઈને મજબૂરીનો લાભ લઈ રહ્યા છે. અમદાવાદની ફાર્મસીની દુકાનો પર પણ ફુડ એંડ ડ્રગ કમિશનરનો કોઈ કંટ્રોલ નથી.
ASMITA NEWSના રિપોર્ટમાં ખુલાસો થયો કે અમદાવાદમાં 7 હજાર રૂપિયા લઈને ઈંજેક્શન વેચાઈ રહ્યાં છે. માત્ર હોસ્પિટલને સપ્લાય થતું ઈંજેક્શન ફાર્મસીની દુકાન સુધી કેવી રીતે પહોંચે છે તે સવાલ. તંત્રની મીઠી નજર હેઠળ ફાર્મસીની દુકાનવાળા રેમડેસિવિર ઈંજેક્શન ગેરકાયદે વેચી રહ્યાં છે.
એકતરફ લોકો જીવ બચાવવા મથી રહ્યાં છે ત્યારે ફાર્મસીની દુકાનો પર કાળાબજારી ધૂમ ચાલી રહી છે. કોરોનાથી પીડાતા દર્દીઓના પરિવારજનો આવી કાળાબજારીનો ભોગ બની રહ્યાં છે. મહામારીમાં મેડિકલ માફિયાઓને નાથવામાં ફુડ એન્ડ ડ્રગ વિભાગ નિષ્ફળ ગયું છે.
સવાલો-
- સામાન્ય લોકો સ્વજનોના જીવ બચાવવા કેટલી લાઈનોમાં તપે છે તેનું દર્દ છે ખરું?
- 900 રૂપિયાના ઈંજેક્શન 7 હજારમાં કેવી રીતે વેચાવા માંડ્યા?
- એ ક્યા લોકો છે જેની મીઠી નજરથી આ કાળાબજારી ફુલી ફાલી છે?
- ફુડ એન્ડ ડ્રગ વિભાગ જનતાને પીસાતી કેવી રીતે જોઈ શકે?
- શું ASMITA NEWSની જેમ તમે મેડિકલ સ્ટોર સુધી જઈને સ્થિતિનો તાગ ન મેળવી શકો?
- મહામારીમાં સબસલામતનો તમારો વ્યવહાર કેવી રીતે દૂર થાય?
- મેડિકલ સ્ટોરમાં ઈંજેક્શન વેચનારા લોકો શું તમારી પહોંચથી દૂર છે?
રેમડેસિવીર ઇન્જેક્શન એન્ટી વાયરલ ઇન્જેક્શન છે. આ ઇન્જેક્શન SARS અને MERS-CoV જેવી બીમારી માટે પણ કારગર સાબિત થયું છે, એટલા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અનુસાર, આ ઇન્જેક્શન કોરોના પર પણ અસરકારક છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.