રાજધાની દિલ્હીમાં પણ કહેર વર્તાઈ રહ્યો છે. માર્ચથી લઈને અત્યાર સુધીમાં દિલ્હીમાં કોરોના મહામારીની ચપેટમાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં 4 હજાર 21 લોકોના મોત થયા છે. સાથે છેલ્લા ત્રણ મહિનામાં દિલ્હીમાં હજારો કરોડોનું નુકસાન પણ થયુ છે. જૂન મહિનામાં દિલ્હીમાં આંશિક રીતે લોકડાઉન ખોલવામાં આવ્યુ હતું. ત્યાં સુધીમાં તો કેટલુય નુકસાન થઈ ગયુ હતું. ત્યારે મફત વિજળી અને પાણીની યોજના માટે કેજરીવાલ સરકાર કેવા કેવા પગલા ભરશે.
કેજરીવાલ સરકારે કેવા કેવા પગલા ભર્યા
જણાવી દઈએ કે, દિલ્હીને વૈશ્વિક બજાર સાથે જોડવા માટે કેજરીવાલ સરકારે અનેક પગલા ભર્યા છે. ત્યારે આશા છે કે, આગામી દિવસો પણ આ કામ ચાલુ રહેશે. દિલ્હી સરકાર રાજધાનીના તમામ ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે જોડવાનો પ્લાન બનાવી રહ્યા છે. સરકારે લોકોને રોજગાર આપવા માટે હાલમાં જોબ પોર્ટલ ચાલુ કર્યુ છે. આ પોર્ટલ નોકરી આપનારા અને શોધનારા બંને માટે એક પ્લેટફોર્મ બનશે.
આવકની ખોટને કઈ રીતે પુરી કરશે કેજરીવાલ સરકાર
દિલ્હીમાં સરકારના ખજાનામાં આવેલી ખોટ બાદ પણ કેજરીવાલ સરકાર મફત યોજના ચાલુ રાખવા માગે છે. કેજરીવાલે કહ્યુ હતું કે, દિલ્હીના રેવન્યૂમાં ઘણી કમી આવી છે. જેને લઈ દિલ્હી સરકાર પોતાના કેટલાય ખર્ચાઓ ઓછા કરી નાખશે. તેથી પહેલાથી ચાલી આવતી યોજનામાં કોઈ ફેરફાર કરાશે નહીં. જનતાને મુશ્કેલીમાં નાખીને સરકારની તિજોરીયુ ભરીશું નહીં. તેના માટે બીજા રસ્તા શોધીશું. અમારી પ્રાથમિકતા લોકોના ખિસ્સામાં પૈસા નાખવાની છે, કાઢવાની નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.