મહારાષ્ટ્રમાં સત્તા પલ્ટો કરાવ્યા બાદ એન. સી. પી.ના વડા અને રાજકરણના શતરંજના અઠગ ખેલાડી શરદ પવારે દેશની જનતાના મૂડ બદલવ ા મોટું નિવેદન કર્યું છે. કેન્દ્ર સરકારે અનેક ખોટા નિર્ણય લીધા હોવા છતાં લોકો તેમના વિરુદ્ધ અલગ ભૂમિકા કેમ લેતાં નથી? તેમની તુલના કેમ કરાતી નથી. એવા પ્રશ્ન ઉપસ્થિત કરીને હવે લોકોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પર્યાય જોઈએ છે. એવા મત શરદ પવારે વ્યક્ત કર્યો હતો.
રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકારનું ગણિત બેસાડીને એનસીપીના વડા શરદ પવારે નવા રાજકીય ખેલનો પ્રયોગ કર્યો હતો. મોદીએ મને ઓફર આપી હતી એવો ગૌપ્યસ્ફોટ શરદ પવારે સત્તાની સ્થાપના કર્યા બાદ કર્યો હતો. એક અંગ્રેેજી અખબારને આપેલી મુલાકાતમાં પવારે કે ન્દ્રમાં સત્તા બદલવાના વિષયે ભાષ્ય કર્યુ ંહતું.
પવારે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી તેમના પક્ષના સિનિયર નેતા છે. આ સાથોસાથ સરકારમાં સર્વોચ્ચ સ્થાને છે. તેમની વિચારસરણી જુદી છે. આથી અમે તેમની સાથે થઈ શકતા નથી. આથી તેમના અમે ટીકા સુદ્ધા કરીએ છીએ, પણ અનેક લોકહિત માટે આકરા નિર્ણય લીધા છે. છતાં લોકો જુદી ભૂમિકા લઈને તેમની તુલના કેમ કરતાં નથી? કારણ લોકોને પર્યાય અપેક્ષિત છે. અમે પર્યાય આપી શકીએ છીએ.
એવા આત્મવિશ્વાસ જનતામાં નિર્માણ કરવામાં કોઈને પણ સફલતા મળી છે કે? એમ પવારે જણાવ્યું હતું.
પર્યાય ઉપલબ્ધ કરી ન આપવાનો દોષ કોનો છે? એવા પ્રશ્ન પર પવારે જણાવ્યું હતું કે આ હું માન્ય કરું છું, અમે સર્વ વિપક્ષો આ માટે જવાબદાર છીએ. જ્યાં સુધી કોઈ પણ જનતાના મનમાં આ આત્મવિશ્વાસ નિર્માણ કરી શકતા નથી. આ ખોટું છે અને મોદીને ઉતર આપી શકતા નથી, એમ તેમણે જણાવ્યુ હતું.
ત્રણ ચાર મહિના પૂર્વે ખેડૂતોએ કાંદાને રસ્તા પર ફેંકી દીધા હતા. પણ કેન્દ્ર સરકારે તે વેળા સારો ભાવ આપ્યો નહોતો. આને લીધે હવે કાંદાનું ઉત્પાદન કરનારા ખેડૂતો બીજા પાક ઉગાડવા તરફ વળ્યા છે. હવ ે આપણને તુર્કીથી કાંદા આયાત કરવા પડે છે. અને કાંદા આયાત કરીને કેન્દ્ર સરકાર નક્કી ભૂલ કરી છે.
આ તમામ વિષયના મામલે મેં ત્રણ મહિના પૂર્વે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો. તે માત્રઅનેક સંકેતો આપ્યા હતા, એમ વધારે જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.