આ દશકના સૌથી મોટા સંકટમાં એક કોરોના મહામારી છે. તેની સામે લડવા માટે ભારતમાં દુનિયાના સૌથી મોટા વેક્સીનેશન અભિયાનને ચલાવવામાં આવી રહ્યું છે. શનિવાર સવાર સુધી ભારતમાં કોરોના વેક્સીનની 1.84 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. આ સાથે 23 કરોડ લોકોનો કોરોના ટેસ્ટ પણ થઈ ચૂક્યો છે. આ સાથે ભારતે દુનિયાના 71 દેશને કોરોનાની વેક્સીન આપી છે.
હજુ 6 વેક્સીન જલ્દી આવશે અને સાથે જ તેઓએ કહ્યું કે દેશમાં વેક્સીનેશન કાર્યક્રમમાં પણ ઝડપ આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર શનિવારે સાંજે 7 વાગ્યા સુધીમાં 2.91 કરોડ લોકોને કોરોનાની વેક્સીનઆપવામાં આવી છે.
ભારતે દુનિયાના 71 દેશને વેક્સીન આપી છે. કેનેડા, બ્રાઝિલ અને અન્ય વિકસિત દેશ મોટા ઉત્સાહ સાથે ભારતીય વેક્સીનનો ઉપયોગ કરી રહ્યા છે. આ સાથે અનેક દેશ પણ ભારતની વેક્સીનની માંગણી હજુ પણ કરે છે.
આ સમય ફક્ત એક વૈજ્ઞાનિક લડાઈનો નથી, નથી રાજનીતિ લડાઈનો પણ વિજ્ઞાનનું સમ્માન કરવાનો અને વેક્સીન પર રાજનીતિ ખતમ કરવાનો છે. એકસાથે મળીને કામ કરવાનો અવસર છે. અમારા વૈજ્ઞાનિકોના પ્રયાસો વખાણવા લાયક છે કેમકે તેમની મહેનતના કારણે જ આ બધુ મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.