લોકડાઉન દરમિયાન પોતાના સંસદીય વિસ્તારમાં લોકોની મદદ કરનારા ટોપ 10 સાંસદોમાં રાહુલ ગાંધી પણ શામેલ છે. આ લિસ્ટમાં ટોપમાં ભાજપના ઉજ્જૈનથી સાંસદ અનિલ ફિરોજિયા છે. ત્યારે વાયએસઆર કોંગ્રેસના નેલ્લોરથી સાંસદ અદાલા પ્રભાકર રેડ્ડી અને ત્રીજા નંબરે વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી છે. નવી દિલ્હીની સિટિઝન ઈંગેઝમેંટ પ્લેટફોર્મ ગવર્નઆઈ સિસ્ટમે આ સર્વે કરાવ્યો છે.
10 સાંસદોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. જેમાં અનિલ ફિરોજિયા, અદાલા પ્રભાકર રેડ્ડી, રાહુલ ગાંધી, તેજસ્વી સૂર્યા (ભાજપ), હેમંત ગોડસે (શિવસેના), સુખબીર સિંહ બાદલ (અકાલી દળ), શંકર લાલવાની (ભાજપ), ડૉ. ટી સુમતિ (ડીએમકે) અને નિતિન ગડકરી (ભાજપ)ના સાંસદો સામેલ છે.
સર્વેના સિનિયર પ્રોજેક્ટ લીડર મંજૂનાથ કેરીએ કહ્યું હતું કે, કેટલાય સંસદીય વિસ્તારોમાં નેતાઓએ નિસ્વાર્થ સેવા અને હિમ્મતની વાતો જાણવા મળી, જો કે, તેમને સર્વેમાં સામેલ કરવામાં આવ્યા નથી.
આપણે ઘણા બધા નેતાઓની નેગેટિવ વાતો સાંભળતા હોઈએ છીએ, પણ અસલમાં તેમને કરેલી મદદને ભૂલીને નજરઅંદાજ કરી શકાય નહીં.
આપને જણાવી દઈએ કે, 24 માર્ચથી દેશવ્યાપી લોકડાઉન બાદ લોકોની સામે બહુ મોટુ સંકટ આવી પડ્યુ હતું. ત્યારે આવા સમયે દરેક વિસ્તારમાં લોકો મદદ માટે આગળ આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.