વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કોરોના વાયરસનાં ચેપ સામે પહોંચી વળવાનાં પ્રયાસોને લઇને દેશવાસીઓને સંબોધીત કર્યા,આ દરમિયાન તેમણે 22 માર્ચનાં દિવસે દેશવાસીઓને જનતા કર્ફ્યું (janta curfew)ની અપિલ કરી.
તેમણે કહ્યું કે 22 માર્ચનાં દિવસે સવારે 7 વાગ્યેથી રાત્રે 9 વાગ્યા સુંધી લોકો ઘરમાં જ રહે, તે ઉપરાંત તેમના પ્રયાસોની જાણકારી આપી, તેમના આ પ્રયત્નોની સિનેજગતની લોકપ્રિય અદાકારા શબાના આઝમીએ પણ ટ્વીટ કરીને પ્રશંસા કરી છે.
શબાના આઝમીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર માહિતી આપી કે તે 15 માર્ચે બુડાપેસ્ટથી પરત ફરી છે, ત્યાર બાદ તેમણે ખુદને 30 માર્ચ સુંધી આઇસોલેશનમાં રાખવાનો પ્રયાસ કર્યો છે.
શબાના આઝમીએ પીએમ મોદીનાં સંબોધન પર એક ટ્વીટર યુઝરનાં ટ્વીટને રિટ્વીટ કર્યું છે, તેમાં તેમણે તે ટ્વીટર યુઝરને ફટકાર્યો છે.
ખરેખર તો રાહુલ શર્માં નામનાં આ યુઝરે 22 માર્ચને 5 વાગ્યે સાયરન વગાડવાની વાતની મજાક ઉડાવી હતી, આ અંગે શબાના આઝમીએ લખ્યું કે ” આ કોઇ મજાકની વાત નથી, આ તમામ ભારતીયોને એકજુથ કરવાનો માસ્ટરસ્ટ્રોક છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.