લોકસભા ચૂંટણી 2024: ભાજપે જાહેર કરી નવી યાદી, ગુજરાતની આટલી સીટો પર નામ જાહેર, કંગનાને પણ મળી ટિકિટ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતની બાકી રહેલી સીટોના નામ પણ સામેલ છે. ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં 111 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાંથી ગુજરાતની છ સીટો પર જે ઉમેદવારને ટિકિટ મળી છે, તેમના નામ જાહેર કર્યા છે.

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતની અમુક સીટોના નામ પણ સામેલ છે. ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં 111 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની બાકી રહેલી છ લોકસભા સીટ પર આજે નામ જાહેર કરી દીધા છે. જેમાં મેહસાણાથી હરિભાઈ પટેલ, સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા, સુરેન્દ્ર નગરથી ચંદુભાઈ છગનભાઈ શિહોરા, જૂનાગઢથી રાજેશ ભાઈ ચુડાસમા, અમરેલીથી ભરતભાઈ સુતરિયા અને વડોદરાથી હેમંગ યોગેશચંદ્ર જોશીનું નામ સામેલ છે.

આ યાદીમાં સૌથી મોટું નામ હિન્દી ફિલ્મોની અભિનેત્રી કંગના રાનૌતનું નામ છે. પાર્ટીએ તેમને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે.

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં મેરઠથી ધારાવાહિક રામાયણમાં ભગવાન રામનું પાત્ર નિભાવનારા અરુણ ગોવિલને ટિકિટ આપી છે. હરિયાણાના કુરુક્ષેત્રથી નવીન જિંદલને ટિકિટ આપી છે. પીલીભીતથી વરુણ ગાંધીની ટિકિટ કાપીને જિતિન પ્રસાદને ઉમેદવાર બનાવ્યા છે. પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં કાલે મોડી રાત સુધી થયેલા મંથન બાદ આ લિસ્ટ જાહેર કર્યું છે. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.