લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશ્નર અરુણ ગોયલે આપ્યું રાજીનામું

લોકસભા ચૂંટણીની જાહેરાત થયા તે પહેલા એક મોટા સમાચાર આવ્યા છે. ચૂંટણી કમિશનર અરુણ ગોયલે રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.

લોકસભા ચૂંટણીની જાહેરાત થયા તે પહેલા એક મોટા સમાચાર આવ્યા છે. ચૂંટણી કમિશનર અરુણ ગોયલે રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનરની જગ્યા પહેલેથી જ ખાલી હતી. ગોયલના રાજીનામા બાદ હવે માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ બચ્યા છે. આપને જણાવી દઈએ કે, મુખ્ય ચૂંટણી કમિશનર સિવાય ચૂંટણી પંચમાં વધુ બે ચૂંટણી કમિશનર છે.

અરૂણ ગોયલ 2022માં બન્યા હતા ચૂંટણી કમિશનર

ભારતીય વહીટવી સેવાના પૂર્વ અધિકારી અરૂણ ગોયલની નવેમ્બર 2022માં ચૂંટણી કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. અરૂણ ગોયલે 31 ડિસેમ્બર, 2022ના 60 વર્ષની ઉંમરમાં નિવૃત્ત થવાનું હતું. ગોયલ 1985 બેચના પંજાબ કેડરના અધિકારી હતી. તે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાન્ડેયની સાથે ચૂંટણી પંચમાં સામેલ થયા હતા. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અનૂપ ચંદ્ર પાન્ડેયનો કાર્યકાળ પૂરો થયો હતો. ત્યારબાદ તે નિવૃત્ત થઈ ગયા હતા. હવે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે રાજીનામું આપી દીધું છે.

ચૂંટણી કમિશનર અરૂણ ગોયલના રાજીનામા બાદ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની પાસે પદ બચ્યું છે. ભારતીય ચૂંટણી પંચમાં પહેલાથી એક પદ ખાલી હતું. આ સાથે ત્રણ સભ્યોની સમિતિમાં વધુ એક પદ ખાલી થઈ ગયું છે. લોકસભા ચૂંટણી નજીક છે. તેવામાં અચાનક અરૂણ ગોયલનું રાજીનામું ચોંકાવનારૂ પણ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.