લોકસભામાં અધીર રંજને રાવણના સંતાન સાથે ભાજપી નેતાની તુલના કરતા હોબાળો

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કર્ણાટકથી ભાજપના સાંસદ અનંત કુમાર હેગડેની તરફથી રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને લઇ આપવામાં આવેલા નિવેદન પર મંગળવારના રોજ લોકસભામાં ભારે હોબાળો થયો. ગૃહમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે જે મહાત્મા ગાંધીને આખી દુનિયા પિતા સમાન માને છે, ભાજપના નેતા અનંત હેગડેએ તેમનું અપમાન કર્યું છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આજે આ મહાત્મા ગાંધીને ગાળી આપે છે. આ રાવણની ઓલાદ છે, રામના પૂજારીનું અપમાન કરી રહ્યા છે. જો કે આ શબ્દને લોકસભની કાર્યવાહીમાંથી હટાવી દીધો.

અનંત હેગડે એ શું કહ્યું હતું?

બેંગલુરૂમાં આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતાં ભાજપ સાંસદ અનંત હેગડેએ કહ્યું હતું કે આખો સ્વતંત્રતા સંઘર્ષ અંગ્રેજોની સહમતિ અને મદદથી અંજામ અપાયો. હેગડેએ કહ્યું કે આ કથિત નેતાઓમાંથી કોઇ નેતાને પોલીસે એક પણ વખત પણ માર્યો નહોતો. તેમનો સ્વતંત્રતા સંઘર્ષ એક ડ્રામા હતો.

ભાજપ સાંસદે કહ્યું કે ખબર નહીં લોક કેવી રીતે ‘આ પ્રકારના લોકોને’ ભારતમાં ‘મહાત્મા’ કહેવાય છે. હેગડે એ કહ્યું કે સ્વતંત્રતા સંઘર્ષને આ નેતાઓએ બ્રિટિશ લોકોની સહમતિથી રંગમંચ પર ઉતાર્યો હતો. આ વાસ્તવિક સંઘર્ષ નહોતો. આ મિલીભગતથી થયેલો સ્વતંત્રતા સંઘર્ષ હતો.’ ભાજપના નેતાએ મહાત્મા ગાંધીની ભૂખ હડતાળ અને સત્યાગ્રહને એક ‘ડ્રામા’ ગણાવ્યો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.