લોકસભામાં રાહુલ ગાંધીની ગેરહાજરીને લઈને લોકસભા અધ્યક્ષે પોતે ધ્યાને લીધું હતું. સ્પીકર ઓમ બિડલાએ કહ્યું હતું કે, તે પ્રશ્નકાળ દરમિયાન તેમને સવાલ પુછવાની તક આપવા માંગતા હતાં. કોંગ્રેસના એક સાંસદ કે સુરેશ રાહુલ ગાંધીની સીટ પર આવીને બોલી રહ્યાં હતાં ત્યારે અધ્યક્ષે આ ટિપ્પણી કરી હતી.
કે સુરેશ રાહુલ ગાંધીની બેઠક પર આવીને ઝીરો અવર્સમાં બોલી રહ્યાં હતાં. આ દરમિયાન એલઈડી સ્ક્રીન પર રાહુલ ગાંધીનું નામ દર્શાવવામાં આવ્યું હતું. આ બાબત ધ્યાને આવતા સ્પીકર ઓમ બિડલાએ કહ્યું હતું કે, તેઓ પોતાની સીટ પર આવે કારણ કે તેમની બેઠક ખાલી દેખાઈ રહી છે જ્યારે રાહુલ ગાંધી સદનમાં હાજર નથી તેમ છતાંયે તેમનું નામ દેખાઈ રહ્યું છે.
આ દરમિયાન લોકસભા અધ્યક્ષે કહ્યું હતું કે, આ રાહુલ ગાંધીની સીટ છે. જ્યારે (કે. સુરેશ) તમારી બેઠક ખાલી દેખાઈ રહી છે. રાહુલ ગાંધી આજે રજા પર છે. માટે તમે તમારી સીટ પર જાવ. જેના પર ભાજપ સાંસદ રાજીવ પ્રતાપ રૂડ્ડીએ પણ સ્પીકરને અનુરોધ કર્યો હતો કે સદનમાં સભ્યોને તેમની નિર્ધારીત બેઠક પરથી જ બોલવાની જ સૂચના આપવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.