લોકસભામાં લાંબી ચર્ચા બાદ સોમવાર મોડી રાત્રે નાગરિકતા સંશોધન બિલ પાસ થઇ ગયું. બિલની ચર્ચા દરમ્યાન ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષના તમામ પ્રશ્નોના જવાબ પણ આપ્યા. અમિત શાહના ભાષણના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વખાણ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે અમિત શાહે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ 2019 અંગે વિસ્તારથી જણાવ્યું. હું તેના માટે અમિત શાહના વખાણ કરવા માંગીશ.
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે અમિત શાહે ગૃહમાં ચર્ચા દરમ્યાન સાંસદોના પ્રશ્નોના જવાબ વિસ્તારથી આપ્યા. એક બીજી ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નાગરિકતા સંશોધન બિલ 2019 લોકસભામાંથી પાસ થઇ ગયું છે. આ બિલ પર ખૂબ જ અગત્યની ચર્ચા થઇ. હું તમામ સાંસદોને સમર્થન માટે ધન્યવાદ પાઠવું છું. આ બિલમાં સદીઓથી ચાલતી આવી રહેલી ભારતીય પરંપરા અને માનવીય મૂલ્યોમાં વિશ્વાસની ઝલક દેખાય છે.
લોકસભામાં ચર્ચા બાદ આ બિલ પાસ થઇ ગયું. મત વિભાજનમાં બિલના પક્ષમાં 311 જ્યારે વિપક્ષમાં 80 વોટ પડ્યા. નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા દરમ્યાન અમિત શાહે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે જો કોંગ્રેસ દેશનું વિભાજન ના કરતી તો મારે આ બિલ લઇને આવવું પડ્યું ના હોત. લોકસભામાં શાહે કહ્યું કે હું ઇચ્છું છું દેશમાં ભ્રમની સ્થિતિ ના બને. કોઇપણ રીતે આ બિલ ગેર સંવૈધાનિક નથી અને આ બિલ અનુચ્છેદ 14નું ઉલ્લંઘન પણ નથી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે દિવસ દરમ્યાન ચર્ચામાં ભાગ લીધો અને ભારતને ધર્મના આધાર પર વિભાજન કરવાનો આરોપ મૂકતા કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે એ સમયે ઉઠાવામાં આવેલા પગલાંના લીધે હવે સરકારને નાગરિકતા (સંશોધન) બિલ 2019 લાવવું પડ્યું. મંત્રીએ નાગરિકતા કાયદો 1955મા સંશોધન માટે રજૂ કરેલા બિલા પર થઇ રહેલી ચર્ચા દરમ્યાન આ ટિપ્પણી કરી. શાહે કહ્યું કે જો ભારતને આઝાદી મળ્યા બાદ કોંગ્રેસે ધર્મના આધાર પર દેશનું વિભાજન ના કર્યુ હોત તો નાગરિકતા સંશોધન બિલને લાવવાની જરૂર ના પડી હોત.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.