લોલમલોલ જ.. મૃત્યુઆંક સામે ત્રણ ગણા સહાય અરજી ફોર્મ ભરાયા

કોરોના (CORONA) થી મૃત્યુ પામેલા વ્યક્તિઓના (INDIVIDUALS) આંકડાને લઇને હવે ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. સરકાર (GOVERNMENT) દ્વારા કોરોના મૃતકોનાં (THE DEAD) પરિવારજનોને ૫૦૦૦૦ રૂપિયા સહાય ફાળવવામાં આવી રહી છે.

જેને લઇને લોકોએ સહાય માટે ફોર્મ ભર્યા છે. પરંતુ મુજકો ના આંકડા સામે સહાય ફોર્મ વધારે ભરાઈ રહ્યા છે. ગઈ કાલે અમદાવાદમાં આવું જ બન્યું હતું જેમાં મૃતકોના આંકડા સામે સહાયની અરજી વધી ગઈ હતી. ત્યારે આજે વધુમાં ફરી ભાવનગરમાં પણ આવું જ બન્યું છે. અહીં સરકારી ચોપડે ૧૬૦નો મૃત્યુઆંક બતાવી રહ્યા છે.

જોકે સહાય માટે તબીબી સર્ટિફિકેટ સાથે અત્યાર સુધીમાં ૫૩૦ અરજીઓ આવી છે. ત્યારે ગ્રામીણ સરકારી ચોપડે ૧૩૭ લોકોના મોત સામે ૪૩ અરજીઓ સામે આવી છે. સરકાર દ્વારા જે પણ લોકોને સહાય આપવામાં આવશે તેને લઈને અમુક સુધારાઓ કરવામાં આવ્યા છે. જેમાં મૃતકનો કોરોના ટેસ્ટ હોવો જરૂરી છે. સાથે જ દર્દીનું મૃત્યુ પણ ૩૦ દિવસની અંદર થયું હોય તો જ તેને કોરોના ડેથ તરીકે માનવામાં આવશે.

આ સિવાય કોરોનાની સારવાર ચાલતી વખતે જ તેનું મૃત્યુ થયું હશે તો તેને પણ કોરોના ડેથ તરીકે ગણવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા હાલ સંક્રમણને કાબુમાં લેવા માટે વેકિસનેશન પર ઘણો ભાર મૂકવામાં આવી રહ્યો છે. પરંતુ મૃતકોના આંકડાની સામે અરજી કરનારા લોકોની સંખ્યા વધી ગઈ છે. જેનાથી મોતના આંકડા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.