આવી દેખાય છે Toyota Kirloskar Mirai ગ્રીન હાઇડ્રોજન કાર જે ચાલશે 1 રૂપિયા પ્રતિ કિમી જાણો વિગતો

Toyota Kirloskar Mirai એ દેશની પ્રથમ ગ્રીન હાઈડ્રોજન ફ્યૂલ કારને બુધવારે લોન્ચ કરી હતી.અને આ કારને દેશની ગેમ ચેન્જર કારના રૂપમાં જોવા મળે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, પેટ્રોલિયમ મંત્રી હરદીપ પૂરી અને ઉર્જા મંત્રી મહેન્દ્ર નાથ પાંડે કારને લોન્ચ કરી હતી.

ગ્રીન હાઇડ્રોજનથી ચાલતી કાર ચલાવવાનો ખર્ચ 1 રૂપિયા પ્રતિ કિમીથી પણ ઓછો થશે અને જ્યારે પેટ્રોલ પર ચાલતી કારનો ખર્ચ 5-7 રૂપિયા પ્રતિ કિમી આવે છે. તેમજ, CNG કારોનો ખર્ચ 3 થી 4 રૂપિયા પ્રતિ કિમી સુધી હોય છે.

ટોયોટાએ આ કારને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમેટીવ ટેકનોલોજીની સાથે મળીને તૈયાર કર્યું છે. આ દેશની પ્રથમ Green Hydrogen Fuel Cellથી ચાલતી કાર છે.અને ખાસ વાત એ છે કે, ઇલેક્ટ્રિકલ વ્હીકલની તુલનામાં આની સ્પીડ વધુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ ન્યૂ લોન્ચ કારમાં 5 મિનિટમાં હાઇડ્રોજન ભરાઈ જશે, જેના થકી આ કાર 550 કિમી સુધી ચાલી શકશે. પરિવહન મંત્રીએ કહ્યું કે, હાલમાં 6 થી 7$ માં (અંદાજે 550 રૂપિયા) 1 કિલો હાઇડ્રોજનથી 550 કિમી સુધી કાર ચાલશે. 500 રૂપિયામાં 550 કિમી સુધીની મુસાફરી કરવામાં એક કિમીનો ખર્ચ અંદાજે 90 પૈસા થશે. અને જેમ-જેમ ટેકનોલોજી એડવાન્સ થશે તેમ કાર સસ્તી થશે અને લોકોને પેટ્રોલ-ડીઝલથી છૂટકારો મળશે. ગાડીઓ ગ્રીન હાઇડ્રોજનથી ચાલશે તો કોઇ પણ પ્રદૂષણનો ખતરો રહેશે નહીં અને પેટ્રોલ-ડીઝલની અછત પણ સર્જાશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.