સુરતની લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના (Lotus International School) વાલીઓ આજે કલેકટર પાસે મદદ માગવા ગયા છે.
લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીમંડળે કલેક્ટરને પત્ર લખીને જણાવ્યુ છે કે 1 જાન્યુઆરીથી શાળા સંયાલકોએ કેટલાક વિદ્યાર્થી અને વાલીઓને ઓનલાઇન એજ્યુકેશનના ઓનલાઇન ગ્રુપમાંથી કાઢી નાંખ્યા છે. વાલીઓનું કહેવુ છે કે તેમણે શાળાને ટ્યૂશન ફીની કેટલીક રકમ ચૂકવી દીધી છે, અને બાકીની રકમ ટૂંક સમયમાં ચૂકવી દેશે.
ગુજરાત સરકરાના સ્કૂલ ફીની વસૂલાતના તારીખ 7/10/2020ના ચૂકાદા પછી પણ લોટસ ઇન્ટરનેશનલે કુલ વાર્ષિક ફી, ટ્યૂશન ફી અને ICT ચાર્જીસના 75%ની માંગણી કરી છે.
વાલીઓએ કહ્યુ છે કે FRC એ બાળોકના ઓનલાઇન ક્લાસ ફરી શરૂ કરવાનું સૂચન કર્યુ હોવા છતાં શાળા એમ કરી રહી નથી. તો હવે કલેકટર આ બાબતમાં દખલ કરે અને કોઇ રસ્તો કાઢે. કોરોનાના સમયમાં બીજી બાજુ જો કોઇ સૌથી અસરગ્રસ્ત હોય તો એ છે ખાનગી શાળાનો શિક્ષક વર્ગ. આ લોકો બાળોકને ભણાવવા તૈયાર છે.
આ મુદ્દે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ઘણા સમયથી સરકારને ખાનગી શાળાના શિક્ષકોને આર્થિક સહાય કરવા થોડી રકમ ફાળવવા કહ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.