અયોધ્યામાં રામ જાનકી મંદિર અને સુન્ની જામા મસ્જિદમાં લાઉડસ્પીકર બંધ, શાંતિ સમિતિએ લીધો નિર્ણય..

એક તરફ લાઉડસ્પીકર વિવાદને લઈને સમગ્ર દેશમાં હોબાળો ચાલી રહ્યો છે. બીજી તરફ અયોધ્યાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં રામ જાનકી મંદિર અને સુન્ની જામા મસ્જિદે મળીને ધાર્મિક સૌહાર્દ જાળવવાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે.અને બંને સ્થળોએ લાઉડ સ્પીકર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અયોધ્યાના રામ જાનકી મંદિર અને સુન્ની જામા મસ્જિદમાં લાઉડસ્પીકર વિવાદમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.અને અયોધ્યાના SDM સાન્યા છાબરાએ આ સંબંધમાં માહિતી શેર કરી છે. તેમણે જણાવ્યું કે રામ જાનકી મંદિર અને સુન્ની જામા મસ્જિદ બંને શહેરના ગાંધી ચોક વિસ્તારમાં આવેલી છે. બંને એકબીજાથી થોડાક મીટર દૂર છે. આવી સ્થિતિમાં બંને સ્થળોએ લાઉડ સ્પીકર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાંતિ સમિતિની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. SDMએ જણાવ્યું કે બંનેએ લાઉડસ્પીકર હટાવવાનો નિર્ણય લીધો છે.

દેશભરમાં લાઉડસ્પીકર અને અઝાન વિવાદ વચ્ચે સીએમ યોગીએ રાજ્યમાં કડક ગાઈડલાઈન જાહેર કરી છે અને મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો હતો કે યોગ્ય પરવાનગી વિના સરઘસ/ધાર્મિક સરઘસ કાઢવામાં ન આવે. આ સાથે તેમણે કહ્યું કે તહેવારો દરમિયાન લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે. પરંતુ તેનો અવાજ તે પરિસરની બહાર ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.